તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેકટ:શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરો: NSUI

જામનગર,ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગર - Divya Bhaskar
જામનગર
  • દ્વારકા જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવાયું
  • 25 ટકા ખાનગી શાળા અને 25 ટકા રાજ્ય સરકાર માફ કરે તેવી માંગ

કોરોનાના કારણે ધંધા-રોજગારને ભારે ફટકો પડતા ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હોય વિધાર્થીઓને શાળા-કોલેજોની ફીમાં 50 ટકા રાહત આપવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એનએસયુઆઇએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. એનએસયુઆઇએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, કોરાનાના કારણે લોકાડાઉન પહેલાં શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે.

દ્વારકા
દ્વારકા

જેના કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેકટ્રીસીટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઇ સહિતના દૈનિક ખર્ચ થતા નથી. બીજી બાજુ લોકડાઉન અને કડક નિયંત્રણોને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના નોકરી, ધંધો-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. વાલીઓના અભિપ્રાય લીધા વગર નવા શૈક્ષણિક વર્ષમાં ફી ન વધારવાનું સ્વીકારી ખાનગી શાળાઓને અનુકૂળતા કરી આપવામાં આવી છે. કારણ કે, એક વર્ષ શાળા ફીમાં વધારો ન કરે તો કંઇ ફેર પડશે નહીં. આથી ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓને રાહત મળે તે માટે ખાનગી શાળા-કોલેજોની ફી 50 ટકા માફ કરવા માંગણી કરી છે.

રાજયમાં કોરોનાનુ઼ સંક્રમણ અટકાવવા તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી બંધ કરવાના આદેશ થયા હતા. ત્યારે આવા પરિવારને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજ્ય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકૂળતા કરી આપવામાં આવી છે.

સરકારે રચેલી ફી નિયમન સમિતિમાં મળતીયાઓને મૂકી ખાનગી શાળાને લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના અગાઉથી જ આપેલ છે એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેને કોઈ ફેર પડવાનો નથી.એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડવાન્સ ફી જમા કરાવવાના સંદેશાઓ પાઠવવામા આવી રહ્યા છે.

આ અંગે ફી માફીની માંગણી છત્તા હજુ કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી.આથી ગરીબ બાળકોને રાહત મળી રહે માટે 25% ફી શાળા- કોલેજો તરફથી તેમજ બાકીની 25% ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળી 50% ફી માફ કરવાની તથા કોરોનાને કારણે માતા પિતા અથવા ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ નું મૃત્યુ થયું હોય તેવા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી શાળા-કોલેજો દ્વારા માફ કરવા એનએસયુઆઇ દ્વારકા માંગ કરાઇ છે.જિલ્લા એનએસયુઆઇનાં પ્રમુખ દાનાભાઇ માડમ,કોંગ્રેસ પ્રમુખ યાસીન ભાઈ ગજ્જન , કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઇ આંબલિયા, ગોવિંદ આંબલિયા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...