મારી નાખવાની ધમકી:50 લાખની ઉઘરાણીના પ્રશ્ને હોટલ સંચાલકને ધાકધમકી: 4 સામે ફરિયાદ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઇને આપેલા રૂપિયાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી

દરેડ વિસ્તારમાં રહેતા અને ચા-પાન મસાલાની હોટલ ચલાવતા એક હોટલ સંચાલક યુવાનને રૂપિયા 50 લાખની ઉઘરાણીના પ્રશ્ને ચાર શખ્સોએ ધાકધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

જામનગર નજીક દરેડ વાછરા ડાડા ના મંદિર પાસે રહેતા અને દરેડ રેસીડેન્સી ઝોનમાં ચા અને પાન મસાલાની હોટલ ચલાવતા મયુરસિંહ ચંદુભા જાડેજા નામના 26 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે વિજયસિંહ, રણજીતસિંહ, મંગળ સિંહ, અને જયદીપગીરી નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચારેય ફરારી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ ફરિયાદી પાસે આવીને એવી માગણી કરી હતી કે તેના ભાઈએ 50 લાખ રૂપિયા લીધા છે, જે પરત નહીં આપો તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી ગાળો ભાંડી હતી. જેથી સમગ્ર મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...