કાર્યવાહી:જામનગરમાં જુગાર રમતી 5 મહિલાઓ ઝડપાઈ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31000 ઉપરાંતની રોકડ કબ્જે કરતી પોલીસ

જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓને સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ઝડપી લીધી હતી.જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી નસીમબેન યુસુફભાઈ હસનભાઈ હીગોરા, હુસેનાબેન સલીમભાઈ મહમદભાઈ મોવર, રૂકશાનાબેન કાસમભાઈ હુસેનભાઈ હીગોરા, સબાનાબેન રફીકભાઈ જુસબભાઈ સમા, જીલુબેન હુસેનભાઈ અબ્બાસભાઈ હીગોરા નામની 5 મહિલાને પોલીસે દરોડા દરમિયાન પકડી પાડી હતી. પોલીસે આ પાંચેય મહિલાઓના કબ્જામાંથી રૂા.31000ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...