તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો ચકરાવો:જામનગર જિલ્લા પંચાયતમાં વધુ 5 અને તાલુકા પંચાયતોમાં 55 ફોર્મ ભરાયા

જામનગર,ખંભાળિયા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર એક જ દિવસમાં 9 નામાંકન નોંધાયા
 • જામજોધપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં તો ચોથા દિવસે પણ કોઈ ફોર્મ ન ભરાતા આશ્ચર્ય સર્જાયું

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયતમાં વધુ 5 અને તાલુકા પંચાયતોમાં 55 ફોર્મ ભરાયા છે. સિકકા નગરપાલિકાની ચૂંટણીમાં એક દિવસમાં 9 નામાંકન નોંધાયા છે. જામજોઘપુર પાલિકાની પેટાચૂંટણીમાં ચોથા દિવસે કોઇ ફોર્મ ભરાયું ન હતું.

પંચાયતો અને પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ફોર્મ ભરવાના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે વધુ 5 ફોર્મ ભરાયા છે. જયારે જિલ્લાની 6 તાલુકા પંચાયતની ચૂંટણીમાં વધુ 55 ફોર્મ ભરાયા છે. જેમાં જામનગર તાલુકા પંચાયતમાં 6, કાલાવડમાં 21, જામજોઘપુરમાં 23, ધ્રોલમાં 2 અને જોડિયા તાલુકા પંચાયતના 3 ફોર્મનો સમાવેશ થાય છે.

સિકકા નગરપાલિકાની 7 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં 9 ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ નં.1 અને 2 માં 3-3, વોર્ડ નં.4 માં 2, વોર્ડ નં.5 માં 1 ફોર્મનો સમાવેશ થાય છે. જયારે જામજોઘપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં સતત ચોથા દિવસે કોઇ ફોર્મ ભરાયું ન હતું.

દ્વારકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોથા દિવસે વધુ 108 ફોર્મ ભરાયા
​​​​​​​દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પંચાયતમાં 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ખંભાળીયા તાલુકા પંચાયત બેઠક પર 8, કલ્યાણપુર તાલુકા પંચાયત બેઠક પર 22, ભાણવડ તાલુકા પંચાયત બેઠક પર 19 ઉમેદવારો, દ્વારકા તાલુકા પંચાયત બેઠક પર 1 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું હતું. ખંભાળીયા નગરપાલિકામાં 16, સલાયા નગરપાલિકામાં 7 તથા રાવલ નગરપાલિકમાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો