આયોજન:5 નવતનપુરીધામ ખીજડા મંદિરમાં સાંધાનો નિદાન કેમ્પ યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર પત્રકાર મંડળના પરિવારજનો માટે ખાસ આયોજન

જામનગરમાં 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં જામનગર પત્રકાર મંડળના સભ્યો અને તેના પરિવારજનો ઉપરાંત સાંધાના દુખાવાથી જ પીડિત લોકો માટે હાડવૈદનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મહુવાના હાડવૈદ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ગણતરીની ક્ષણોમાં જ જૂની પરંપરાગત પદ્ધતિ દ્વારા જ મણકાના દુખાવા અને સાંધા તેમજ વિવિધ હાડકાને લગતા દુખાવાના રોગોમાં સારવાર કરી રાહત આપવામાં આવી હતી.

5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના દવાખાનામાં આયોજિત આ કેમ્પને 5 નવતનપુરીધામ, ખીજડા મંદિરના આચાર્ય 108 કૃષ્ણમણિજી, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેન ભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ રાવલ, મંત્રી કિંજલભાઈ કારસરીયા, સહમંત્રી પરેશભાઈ ફલીયા, ખજાનચી સુચિતભાઇ બારડ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જામનગરની આંગણે લોકોના દર્દને દૂર કરવા માટે ભગીરથ કાર્ય આરંભ કરવા બદલ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ અને મહુવાના ગૌભકત તેમજ હાડવૈદ મહેન્દ્રભાઇ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જામનગરમાં પણ મહિનામાં એક વખત તેઓ દ્વારા આ પ્રકારનો કેમ્પ કરવામાં આવનાર છે.

જામનગર શહેરમાં આગામી દર મહિને પહેલા શનિવારે 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં સાંજે 5 થી 9 દરમિયાન સાંધા તેમજ હાડકા અને મણકાના દુખાવા માટે ખાસ હવેથી આયોજન થનાર છે તો આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...