તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જાખર પાસે છકડા-ટેન્કર અકસ્માતમાં 5 ઘવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરથી જાખર ઘઉં ભરવા જતા શ્રમિકો ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના જાખર પાટીયા પાસે મંગળવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં જામનગરના પાંચ વ્યકિતઓને ઓછી વતી ઇજાઓ પહોંચતા જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરના પાંચેય હતભાગીઓ જાખર ખાતે ઘંઉ ભરવા માટે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે. મેઘપર પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર અને ખંભાળિયા વચ્ચેના જાખર પાટીયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે.

જેની વિગત મુજબ આજે સવારે જી.જે.10 ડબલ્યુ 242 નંબરની અતુલ રીક્ષા જામનગરથી જાખર જવા નીકળી હતી. દરમ્યાન જાખર પાટીયા પાસે આ રીક્ષા આગળ જતા ટેન્કર સાથે અથડાઇ પડી હતી અને અકસ્માત સર્જાયો હતો.

જેમાં બેસેલા લાલાભાઇ ઠાકરશીભાઇ બારાઇ (ઉ.વ.40) રહે જાખર, યુસુફ હાસમભાઇ ધમા (ઉ.વ.59) રહે. લંઘાવાડનો ઢાળીયો જામનગર, સલીમ મામદ બાઘ રહે. બેડેશ્વર જામનગર, ગુલાબભાઇ રામજીભાઇ ભાનુશાળી (ઉ.વ.60) રહે. દિ.પ્લોટ 54 જામનગર અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ.50) નામના પાંચેય વ્યકિતઓને માથા સહિતના શરીરના ભાગે ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઇ ગયા હતા.આ બનાવ અંગે જાણ કરવામાં આવતા જામનગર 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચેય ઘાયલોને પ્રાથમિક સારવાર આપી જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડયા હતા.

પ્રાથમિક વિગતો મુજબ જામનગરના આ પાંચેય હતભાગીઓ જામનગરથી જાખર મુકામે ઘંઉ ભરવા જતા હતા ત્યારે અર્ધ રસ્તે અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવ અંગે જાણ થતા મેઘપર પોલીસે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...