ફરાર શખસોની શોધખોળ:જામનગરમાં દારૂ સાથે 5 ઝબ્બે, 4 ફરાર; જુદા જુદા 5 દરોડામાં ઈંગ્લીશ દારૂનો માતબર જથ્થો કબજે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના આવાસ કોલોની, દિગ્વિજય પ્લોટ, કૃષ્ણનગરમાં પોલીસ ત્રાટકી

જામનગર સહિત જિલ્લાભરમાં પોલીસે દારૂ અંગે જુદા-જુદા પાંચ દરોડા પાડી પાંચ શખસોને દબોચી લીધા છે. જ્યારે આ પ્રકરણમાં વધુ ચાર શખ્સોના નામ ખુલતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીટી સી ડિવિઝન પોલીસે શહેરના અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીના બ્લોક નં.51માં રહેતા બીપીન ઉર્ફે લાકડી કારાભાઇ મુછડીયાના મકાનમાં બાતમી અંગે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમ્યાન આરોપી બિપીનના મકાનમાંથી રૂા.25,200ની કિંમતનો 63 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે મોબાઇલ સહિત રૂા.25,700ની કિંમતનો મુદામાલ જપ્ત કરી આરોપી બિપીનને પકડી પાડયો હતો. જેની પુછપરછ દરમ્યાન દારૂનો જથ્થો કેયુર ગીરીશ ડોબરીયા (રહે. ગોકુલનગર) નામના શખ્સની સંડોવણી ખુલતા આરોપીને ફરારી જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી તપાસ તેજ બનાવી છે.

આ ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસે દિ.પ્લોટ 64 જોલીબંગલા પાસે દિલીપ કનૈયાલાલ વર્મા નામના શખ્સને 6 હજારની કિંમતની 6 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછ દરમ્યાન અન્ય આરોપી જીગોનું નામ ખુલતા પોલીસે બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

સીટી સી ડિવિઝન પોલીસે કૃષ્ણનગર શેરી.નં.2માં રહેતા વિરલ ઉર્ફે વી.ડી.વિજયભાઇ દુધરેજીયાના મકાનમાં દારૂની બાતમીના પગલે રેડ પાડી હતી. આ દરમ્યાન મકાનમાંથી 1600ની કિંમતની ચાર બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને દારૂ સપ્લાય કરનાર આરોપી કેતુ ભાનુશાળી (રહે.દિ.પ્લોટ 58)નું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

સીટી સી ડિવિઝન પોલીસે આહીર છાત્રાલય બાજુમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસેથી અડધી બોટલ દારૂ સાથે દિલીપ સોનગરા (રહે.ગોકુલનગર)ને ઝડપી લીધો હતો. જેને મિલન લગવારીયા પાસેથી દારૂની બાટલી મેળવી હોવાનું ખુલ્યું હતું. જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે નિકાવા ગામથી પાતા મેઘપર જવાના રસ્તા પરથી રાજેશ બાબુ વરમોરાને વિદેશી દારૂના ત્રણ પાઉચ સાથે ઝડપી લીધો હતો. જુદા જુદા દરોડા દરમિયાન પોલીસ પૂછપરછ દરમિયાન જે શખસોના નામ ખૂલ્યા છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...