તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં સાઇકલિંગ કલબ દ્વારા અવાર-નવાર સાઇકલ સવારીનું આયોજન કરવામાં અાવે છે. જેમાં આ વખતે પણ શહેરના 5 સાઇકલસવારે 40 કલાકમાં 600 કીલોમીટરની સાઇકલીંગ કરી હતી. જામનગર સાઈકલિંગ ક્લબના પાંચ સાઈકલિંગ રજનીશ ઘેડીયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, મિતેષ પાલા, હેમાંગ કાનાબાર, પ્રકાશ કટારમલ તા.13ના સવારે 600 કિમી સાઇકલ સવારી કરવાં જામનગર-રાજકોટ-ઉપલેટા થઇ પોરબંદર પહોચ્યા અને પરત જામનગર 40 કલાકમાં રવિવારે રાત્રે 10 વાગ્યે પરત ફર્યા હતાં.
બે મહિનાઓમાં 100, 200, 300, 400 અને 600 કિ.મી. બ્રેવેટ્સ સીરીઝ એક જ વર્ષમા ઉત્તીર્ણ કરી સૂપર રેંડનેયૂરનો ખિતાબ પણ હસ્તગત કર્યો છે. ભારતભરના સાઈકલ સવારોમાંથી ગત વર્ષે ફક્ત 412 સાઈકાલિસ્ટ જ આ સિધ્ધિ પામી શક્યા છે. રજનીશભાઈ ઘેડીયાએ આ સિદ્ધિ એક જ વર્ષમાં બે વખત મેળવી છે. જામનગર સાઈકલિંગ ક્લબ આપ સૌને દિનચર્યામાં સાઇકલ ચલાવવાં અને રોજબરોજનાં કામો માટે સાઇકલ સવારી કરવાં જામનગર સાઇક્લીંગ ક્લબના પ્રમુખ ડો. પ્રશાંત તન્નએ આહવાન કર્યું છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.