કામગીરી સમયે બનેલા બનાવ:6 વર્ષમાં PGVCLના 5 કર્મીના વીજશોકથી મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને દ્વારકા જિલ્લામાં મૃતક કર્મચારીઓને રૂા.54.55 લાખની સહાય ચૂકવાઇ
  • ​​​​​​​જામનગર જિલ્લાના 3, દ્વારકા જિલ્લાના 2 કર્મચારીનો સમાવેશ : વીજ નેટવર્કની કામગીરી સમયે બનેલા બનાવ

હાલારમાં વર્ષ 2016 થી 2021 સુધીમાં પશ્ચિમ વીજ કંપનીના કુલ 5 કર્મચારીઓના વાયરીંગ, ટ્રાન્સફોર્મર સહિતના નેટવર્કમાં કામ કરતી વખતે અચાનક વીજ શોક લાગવાથી મોત થયા છે. જે માટે પીજીવીસીએલ સર્કલ દ્વારા મૃતક કર્મચારીને રૂ.54.55 લાખની સહાય ચૂકવામાં આવી હતી.હાલારમાં છેલ્લાં 6 વર્ષમાં પીજીવીસીએલ સર્કલમાં ફરજ બજાવતા દ્વારકા જિલ્લાના 2 અને જામનગરના જિલ્લાના 3 કર્મચારીઓ સહિત કુલ પાંચ કર્મચારીઓના વાયરીંગ ટ્રાન્સફોર્મર સહિતના નેટવર્કમાં કામ કરતી વખતે અચાનક વીજ શોક લાગવાથી મોત થયા છે.

દ્વારકામાં વર્ષ-2019માં ઓખાના સામલાર અને વર્ષ 2020માં ભાટિયાના ભોગાત ગામે ટ્રાન્સફોર્મર, વાયરીંગ સહિતના નેટવર્કમાં કામ કરતી વખતે વીજ કર્મચારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. જે માટે મૃતક કર્મચારીઓને રૂ.23.86 લાખની સહાય ચૂકવવામાંઆવી હતી.

જ્યારે જામનગરમાં વર્ષ-2016માં ક્રિસ્ટલ મોલ નજીક, વર્ષ-2018માં હરીપર-મેવાસા ગામે, વર્ષ-2021માં કાલાવડમાં રવેશિયા ગામે ચાલુ વીજકામ દરમ્યાન અચાનક વીજ શોકના કારણે કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. મૃતક કર્મચારીઓને રૂ.30.69 લાખની સહાય પીજીવીસીએલ સર્કલ દ્રારા ચૂકવામાં આવી હતી.અત્રે નોંધનીય છેકે, વીજ નેટવર્કની કામગીરી સમયે વીજ કર્મચારીઓએ નિયમ મુજબ મોઝા, બુટ સહિતની વસ્તુઓ પહેરવાની હોય છે, પરંતુ અમુક કિસ્સામાં કર્મચારીઆે પહેરતા નથી.

કર્મીઓને સેફટી માટે ગ્લોઝ સહિત વસ્તુ પહેરવાની હોય છે
પીજીવીસીએલના વીજથાંભલા, ટ્રાન્સફોર્મર સહિતની નેટવર્કની કામગીરી કરતી વખતે વીજ કંપનીના કર્મચારીઓએ સેફટી માટે હાથના મોજા, બુટ, હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ સહિતની વસ્તુ નિયમ મુજબ પહેરી આ કામગીરી કરવાની હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...