પરિવારના માથે આભ ફાટ્યું:દ્વારકાના પંચકુઇ પાસે ન્હાવા પડેલા 5 બાળકો ડૂબ્યા, 2ના મોત, 2નો બચાવ ;એકની શોધખોળ ચાલુ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાથી આવેલા 5 મિત્રો નહાવા પડેલા, બે ડૂબ્યા-બેનો બચાવ, એકની શોધખોળ ચાલુ
  • ગુમ બાળકને શોધવા પાલિકાની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ નજીકના પંચકુઇ બીચ પાસે આજે સવારે 5 બાળકો નહાવા પડ્યા હતા. જે પાંચેય ડૂબવા લાગતાં એમાંથી બેનું મોત થયું હતું અને બેને રેસ્ક્યું કરી બચાવી લેવાયા હતા. તેમજ એક બાળકની શોધખોળ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

મહેસાણાથી દ્વારકાધીશના દર્શન કરવા આવેલા પરિવારના 5 બાળકો પંચકુઇ બીચ પાસે નહાવા પડ્યાં હતાં. જે પાંચેય બાળકો ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ કમનસીબે બે બાળકોનું ડૂબી જવાથી મોત થયું હતું. કાર્તિક લાલજી સોલંકી નામનો 14 વર્ષનો તરૂણ મળી ન આવતાં તેને શોધવા માટે નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે બહારગામથી આવેલા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...