ધરપકડ:જામનગરમાંથી ટેન્કર ચોરી કરી ભાંગી નાખનાર 5 પકડાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોરાજીમાં ટેન્કરના સ્પેરપાર્ટસ વેચતા‘તા

જામનગરના નર્મદા પમ્પ હાઉસ મેદાનમાંથી થોડા દિવસ પહેલા એક ટેન્કરની ચોરી થવા પામી હતી. પોલીસે આ બનાવ અંગે તપાસ કરીને ધોરાજીના ભંગારનના એક વાડાવાળાને પકડી પાડ્યા પછી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જામનગરના નર્મદા પમ્પ હાઉસના મેદાનમાંથી જીજે-12-એકસ-2909 નંબરનું ટેન્કર ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા તપસ્યા હતા. આ પછી તે ટ્રક ઠેબા ચોકડીથી કાલાવડ તરફ જતો હોવાનું દેખાયું હતું. ત્યારપછી કાલાવડથી ધોરાજી વચ્ચેના રસ્તા પરના સીસીટીવી કેમેરા ચેક કરાતા ધોરાજી શહેર પાસે એક શખ્સ ઉપરોકત ટેન્કરને લઈને જતો નજરે પડ્યો હતો. પોલીસે જામનગર થી ધોરાજી સુધીનના 70 જેટલા જુદાબજુદા સ્થળે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

પોલીસ ટુકડી ધોરાજી દોડી ગઈ હતી અને બોદુ સુલેમાન વીરપરીયા નામના ભંગારવાળા શખ્સ તેમજ વાહનની લે-વેંચ કરતા જામનગરના રજાક મામદ ચના ઉર્ફે ભુરો ડ્રાઈવર, ઈમરાન જુસબ બુચડ, ગુલામ હુશેન દાઉદ ભાયા, આમીન સુમાર પલેજા નામના પાંચ શખ્સ ને ઝડપી પડ્યા હતાં. તેઓના કબ્જામાંથી ચોરાઉ ટેન્કરના સ્પેરપાર્ટ જેમાં એન્જીન, કમાન, કમાનના ઘોડા, વ્હીલ પ્લેટ મળી કુલ રૂા.1 લાખ 20 હજારનો માલસામાન અને રૂ. 65 હજાર રોકડા મળી આવ્યા હતાં. આ મુદમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી પૈકીના ઈમરાન, આમીન તથા ગુલામ હુશેનને પૈસાની જરૃરિયાત હોય, તેઓએ ટ્રક ચોરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ જામનગરમાંથી આ ટેન્કર ચોરી તેઓએ ધોરાજીના ભંગારવાળા બોદુ સુલેમાનનનો સંપર્ક રજાક ઉર્ફે ભુરાબના માધ્યમથી કર્યો હતો તે પછી આ ટેન્કર ધોરાજી પહોંચાડાયું હતું અને બોદુએ તે ટેન્કર ભાંગી નાખી સ્પેરપાર્ટ વેચવાનું શરૂ કર્યું હતું અને તેમાંથી આવેલી રોકડની ભાગ બટાઈ કરી લેવાયાનું ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...