તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTEની 1657 બેઠક સામે 4997 પ્રવેશ ફોર્મ મંજૂર, 15 જુલાઇના પ્રથમ રાઉન્ડ, શહેરના 3040 અને જિલ્લાના 1957 ફોર્મનો સમાવેશ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકાસણીમાં 501 ફોર્મની નામંજૂર થયા, 861 ફોર્મ વાલીઓએ રદ કરવામાં આવ્યા

જામનગરમાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે 1657 બેઠક સામે 4997 પ્રવેશ ફોર્મ મંજૂર થયા છે. જેમાં શહેરના 3040 અને જિલ્લાના 1957 ફોર્મનો સમાવેશ થાય છે. ચકાસણી દરમ્યાન 501 ફોર્મ નામંજૂર થયા છે. 861 ફોર્મ વાલીઓએ રદ કર્યા છે. આરટીઇના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 15 જુલાઇના જાહેર થશે.જામનગરમાં આરટીઇ હેઠળ જિલ્લા શિક્ષાધિકારી કચેરી હેઠળ શહેરની 113 ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશપાત્ર 591 બેઠક માટે કુલ 3827 ફોર્મ ભરાયા હતાં.

જેમાંથી ચકાસણીના અંતે 3040 ફોર્મ મંજૂર થયા છે. જયારે 342 ફોર્મ રદ થયા છે. જેની પાછળ રહેઠાણનું અયોગ્ય પ્રુફ, આંગણવાડી, આવક, બીપીએલનો અયોગ્ય દાખલો કારણભૂત છે. જયારે એકથી વધુ વખત ભરેલા 445 ફોર્મ વાલીઓએ રદ કર્યા છે. જયારે જિલ્લા પંચાયત હસ્તકની 228 ખાનગી શાળામાં આરટીઇની પ્રવેશપાત્ર 1066 બેઠક માટે 2532 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 1957 મંજૂર અને 159 ફોર્મ નામંજૂર થયા છે. એક થી વધુ વખત ભરેલા 416 ફોર્મ વાલીઓએ રદ કર્યા છે. 15 જુલાઇના આરટીઇના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...