દરોડો:શહેરમાં શંકાસ્પદ નશાકારક પીણાની 468 બોટલ ઝડપાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના હુડકામાં રહેણાંકમાં દરોડો પાડ્યો

જામનગરના રણજીતનગર જૂના હુડકામાં મકાનમાં શંકાસ્પદ પીણાનું વેચાણ કરતા શખસને પોલીસે 468 બોટલ સાથે પકડી પાડી રૂા.70 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી છે. શહેરના એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, રણજીતનગર જૂના હુડકા વિસ્તારમાં મકાન નં.1157માં રહેતા નરેન્દ્ર આસનદાસ કટારમલ નામનો શખસ શંકાસ્પદ પીણાનું વેચાણ પોતાના ઘરેથી કરી રહ્યો છે.

જે પરથી એસઓજીએ તેના ઘરે દરોડો પાડી સુનિંદ્રાની 120 બોટલ રૂા.18 હજારની કિંમતના, સ્ટોનોરીસ્ટાની 228 બોટલ રૂા.34,200 અને કાલમેઘશ્વની 120 બોટલ રૂા.18 હજારની કિંમતની મળી કુલ 468 બોટલ રૂા.70,200ની કિંમતની શંકાસ્પદ નશાકારક પીણું મળી આવતા પોલીસે તેને જપ્ત કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...