ઘોર બેદરકારી:45 કરોડના બ્યુટિફિકેશનમાં તિરાડો પડી, લાદી ઉખડી ગઈ !, મસમોટા ખર્ચ બાદ જાળવણીમાં મનપાની ઘોર બેદરકારી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્યુટિફિકેશન પાછળ કરેલા જંગી ખર્ચ પર પાણી ફરી વળેલું જોઈ શકાય છે. - Divya Bhaskar
બ્યુટિફિકેશન પાછળ કરેલા જંગી ખર્ચ પર પાણી ફરી વળેલું જોઈ શકાય છે.
  • મુસાફરો ફરવા આવતા હોય શહેરની આબરૂનું થતું ધોવાણ

જામનગરમાં તળાવની પાળે બ્યુટીફીકેશન પાછળ મહાનગરપાલિકા દ્વારા રૂ.45 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ બ્યુટીફીકેશન બાદ જાળવણીમાં મનપા દ્વારા ધોર બેદરકારી દાખવાતા તળાવની પાળે વૃક્ષની ફરતે આવેલી દિવાલોમાં તિરાડો પડી ગઇ છે તો અનેક સ્થળો પર લાદીઓ ઉખડી ગઇ છે. મુસાફરો ફરવા આવતા હોય શહેરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. જામનગરમાં તળાવની પાળે મહાપાલિકા દ્વારા રૂ.45 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરી વોકીંગ ટ્રેક, મહાનુભવોની પ્રતિમા, લાઇટ, સાઉન્ડ શો, બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા કરવામાં આવી છે.

પરંતુ બ્યુટીફીકેશન બાદ તેની જાળવણીમાં મહાનગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખવામાં આવી રહી છે. કારણ કે, તળાવની પાળે વૃક્ષની ફરતે દિવાલ કરવામાં આવી છે. જે પૈકીની મોટાભાગની દિવાલમાં મસમોટી તિરાડ પડી ગઇ છે તો અમુક તૂટી ગઇ છે. આટલું જ નહીં ફલોર પરની લાદીઓ તૂટી અને ઉખડી ગઇ છે. વળી, રાત્રીના સમયે અનેક લાઇટ બંધ રહે છે. તળાવની પાળે શહેરીજનો ઉપરાંત બહારથી આવતા મુસાફરો ફરવા આવતા હોય તળાવની પાળે તૂટેલી દિવાલ, બંધ લાઇટને કારણે શહેરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. મનપાના સત્તાધિશો અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્વામાં રાચતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...