બુટલેગરો પર પોલીસ તૂટી પડી:44 કેસો કરી 11 શખસોને પાસામાં જેલમાં ધકેલી દીધા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • ​​​​​​​ચૂંટણી પૂર્વે બુટલેગરો પર પોલીસ તૂટી પડી

જામનગર શહેર-જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે અને સુચારૂ રીતે ચૂંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા દારૂના ધંધાર્થી અને માથાભારે શખસો સામે કેસ તેમજ પાસા સહિતના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં પોલીસે દારૂના 41 જેટલા કેસો કરી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 11 જેટલા ઈસમોને પાસામાં ધકેલી દેતા અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ અને માથાભારે લોકો ચૂંટણી સમયે કોઈ ગરબડ ન કરે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે જિલ્લા પોલીસવડાએ એલસીબીને ખાસ દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડવાનો આદેશ આપ્યો હતો.

જેમાં એલસીબી દ્વારા 41 કેસો દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ કરી રૂા.7.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ઉપરાંત 11 શખસોને પાસામાં ધકેલી દેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હજુ પણ ચૂંટણી સુધી કામગીરી અવિરતપણે પોલીસની ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...