તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણી:RTEના 43 પ્રવેશ ફોર્મ પ્રથમ દિવસે રદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1592 ફોર્મ મંજૂર, એક કરતા વધુ ભરેલા 861 ફોર્મ નામંજૂર થયા
  • અયોગ્ય સરનામાંનું પ્રુફ, આવકનો દાખલો, આંગણવાડી અને બીપીએલ પ્રમાણપત્ર કારણભૂત

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે જામનગર શહેર-જિલ્લાની 341 ખાનગી શાળાઓમાં 1657 બેઠક માટે 5635 પ્રવેશ ફોર્મ ભરાયા હતાં. આ પ્રવેશ ફોર્મની ચકાસણીના પ્રથમ દિવસે 43 ફોર્મ રદ થયા છે. જયારે 1592 ફોર્મ મંજૂર થયા છે. એક કરતા વધુ ભરેલા 861 ફોર્મ નામંજૂર કરાયા છે. ફોર્મ રદ થવા પાછળ અયોગ્ય સરનામાંનું પ્રુફ, આવકનો દાખલો, આંગણવાડી અને બીપીએલ પ્રમાણપત્ર કારણભૂત હોવાનું શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.

નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતગર્ત જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ આવતી 113 ખાનગી શાળાની આરટીઇની પ્રવેશપાત્ર 591 બેઠક પર કુલ 3382 ફોર્મ ભરાયા હતાં. જયારે જામનગર જિલ્લા પંચાયત હસ્તક આવતી 228 ખાનગી શાળામાં આરટીઇની પ્રવેશપાત્ર 1066 બેઠક માટે કુલ 2531 ફોર્મ ભરાયા હતાં. ભરાયેલા પ્રવેશ ફોર્મની ચકાસણી મંગળવારથી શરૂ કરવામાં આવી છે. જે આગામી 13 જુલાઇ સુધી ચાલશે.

ફોર્મ ચકાસણીના પ્રથમ દિવસે જામનગર ડીઇઓ કચેરી હસ્તકની ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે ભરાયેલા 3382 ફોર્મ પૈકી 42 રદ કરાયા હતાં. એકથી વધુ વખત ફોર્મ ભરાયેલા 445 ફોર્મ રદ થયા છે. જામનગર જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં 1066 બેઠક માટે ભરાયેલા 2531 પ્રવેશ ફોર્મ પૈકી 1 ફોર્મ રદ થયું હતું. એકથી વધુ વખત ભરાયેલા 416 ફોર્મ રદ કરાયા હતાં. 1071 ફોર્મ મંજૂર કરાયા હતાં. ફોર્મ ચકાસણી 13 જુલાઇ સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...