સહાય:જામનગર જિલ્લાના 1836 લાભાર્થીને 42.91 કરોડની સહાય અર્પણ કરાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ચાર પશુપાલકોને કુલ રૂ.1.20 લાખના ચેક અને પ્રમાણપત્ર અપાયા

જામનગરના ટાઉનહોલમાં રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જામનગર જિલ્લાના 1836 લાભાર્થીઓને રૂ.42.91 કરોડથી વધુ રકમની સહાય અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે 25 લાભાર્થીઓને લાભાન્વીત કરવામાં આવ્યા હતા. પશુપાલન ખાતાના રાજ્યકક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર 4 પશુપાલકોને પ્રોત્સાહક ચેક વિતરણ તથા શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, ઉજ્વલ્લા યોજના,એન. આર. એલ. એમ., પંડિત દિનદયાળ આવાસ યોજના, માનવ ગરિમા યોજના, વૃદ્ધ નિરાધાર સહાય, સરસ્વતી યોજના અંર્તગત સાયકલ સહાય, કિશાન ક્રેડિટ કાર્ડ, શિષ્યવૃતિ યોજનાઓ વગેરેના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. મોટી માટલી ગામના સરપંચ રામજીભાઇને શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર એનાયત કરી રૂ.1 લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...