સેવા કાર્યક્રમ:જામનગરના યોગેશ્વર વૃદ્ધાશ્રમના 42 વડીલોએ દ્વારકાધીશ, નાગેશ્વર જયોતિર્લિંગના દર્શન કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના કાલિદાસ ​​​​​​​વિઠ્ઠલદાસ સોનૈયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

જામનગર શહેરમાં આવેલ કાલિદાસ વિઠ્ઠલદાસ સૌનેયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધીરજબેન કે. સૌનેયા તથા રાજેશભાઇ કે. સૌનેયા અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સાથ અને સહકારથી ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર નાના મોટા સેવાના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં તા. 22 ઓકટોબરના દિવાળીના પર્વની ઉજવણી કરવાના હેતુથી ભુપેશભાઇ કે. સૌનેયા અને ટ્રસ્ટીઓ દ્વારા જામનગરના યોગેશ્વર સહ દંપતી વૃદ્ધાશ્રમના વડીલો અને ટ્રસ્ટ સાથે જોડાયેલા સેવાભાવીઓ મળી 42 લાભાર્થીઓએ દ્વારકા દર્શન, ગોમત સ્નાન, નાગેશ્વર જયોતિલિંગના દર્શન તથા આરાધનાધામનો યાત્રાનો પ્રવાસ કર્યો હતો.

જામનગરથી બસ બાંધીને દ્વારકા જતા વડીલોને કાલિદાસ વિઠ્ઠલદાસ સોનૈયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઇ જવામાં આવ્યા હતાં. જેમાં વડીલોને દ્વારકા દર્શન બાદ વલ્લભભાઇ પી. મોદીએ વૈષ્ણવોને ઉપેરણા ઓઢાડી સ્વાગત કર્યુ અને બપોરે જમવાની વ્યવસ્થા કરી આપી હતી. નાગેશ્વર મહાદેવ જયાેતિલિંગના દર્શન કરી સાંજે આરાધનાધામમાં ભોજન લઇ જામનગર આવ્યા હતાં. આમ સમગ્ર કાર્યક્રમમાં બન્ને ટ્રસ્ટના પ્રમુખ ધીરજબેન સોનૈયા, જનકબા અભેસંગ રાણાએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા તમામ લોકોેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...