તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગમાં ભંગ:જુગાર રમતા 6 મહિલા સહિત 42 ઝડપાયા, કડીયાવાડ, ગોકુલનગર, ગુલાબનગર, સિકકા અને મેઘપર ગામમાં પોલીસે દરોડા પાડ્યા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુદા-જુદા 7 દરોડામાં રોકડ અને મોબાઈલ સહિત રૂા. 1,18,480નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

જામનગર શહેર-જિલ્લામાં કડિયાવાડ, ગોકુલનગર, ગુલાબનગર, સિકકા અને મેઘપરમાં પોલીસે દરોડા પાડી જુગારમાં નસીબ અજમાવતા 6 મહિલા સહિત 42 શખસોને પકડી પાડી રોકડા રૂ.1,18,480 કબ્જે કર્યા હતાં. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી નાની બોરડીફળીમાં પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા રમેશ પરમાણંદ ચતવાણી, શૈલેષ સુરેશભાઈ સોલંકી, ધર્મેશ દિનેશભાઈ સોલંકી, હિતેષ હરિભાઈ રાઠોડને પકડી પાડી રોકડા રૂ.7100 કબ્જે કર્યા હતાં.

અન્ય દરોડામાં અંધાશ્રમ નજીકની આવાસ કોલોનીના બ્લોક નં.99/2 માં પોલીસે દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા સંજય રામશંકર નિશાદ, શિવશંકર રામપ્રસાદ નિશાદ, વિકાસ ગોરેલાલ નિશાદ, રાહુલ નંદકિશોર નિશાદ, મોનુ વિશ્વનાથ નિશાદ, ધવલ પ્રેમજીભાઈ પરમાર, પરમાર દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ નામના આઠ શખસને પકડી પાડી રોકડા રૂ.17,350 કબ્જે કર્યા હતાં. શહેરના ગોકુલનગર નજીકના રડાર રોડ પર આવેલા શિવનગર-1માં રોન પોલીસનો જુગાર રમતા કલ્પેશ જીવરાજભાઈ નગરીયા, અતુલ જીવરાજભાઈ નગરીયા, કરશનભાઈ દેવશીભાઈ ગોજિયા, મગનભાઈ ગોવિંદભાઈ પટેલ, રામભાઈ વજશીભાઈ માડમ, ભરત કાંતિલાલ ગોરી તથા પ્રજ્ઞાબેન ભરતભાઈ ગોરી, વિપુલાબેન રામભાઈ માડમને પકડી પાડી રોકડા રૂ.10,700 કબ્જે કર્યા હતાં.

શહેરના ગોકુલનગર નજીકના હનુમાનનગરની શેરી નં.5/6 માં જાહેરમાં તીનપત્તી રમતા જ્યોત્સ્નાબેન કેશુભાઈ કોળી, મધુબેન રસિકભાઈ કોળી, પૂનમબા જીતુભા જાડેજા, ઈલાબા મહિપતસિંહ જાડેજાને પકડી પાડી રોકડા રૂ.14,400 કબ્જે કર્યા હતાં. શહેરના ગુલાબનગર નજીકની રામવાડીની શેરી નં.4 ના છેવાડે વાલ્મિકીવાસમાં પોલીસે દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમી રહેલા અનિલ દેવજીભાઈ રાઠોડ, હરિશભાઈ મૂળજીભાઈ વાઘેલા, સતિષ ઉર્ફે કવો હરિશભાઈ ચૌહાણ, અશોક લવજીભાઈ રાઠોડ, સંજય લવજીભાઈ પરમાર, ભૂપત ઉર્ફે અક્ષય બાબુભાઈ સોલંકી, વિક્કી ચંદુભાઈને પકડી પાડી રૂ.16,030 કબ્જે કર્યા હતાં.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા પાટિયા પાસે ગંજીપાનાથી જુગાર રમતા હરપાલસિંહ જીતુભા કેર જાડેજા, સહદેવસિંહ મનુભા ગોહિલ, નટુભા બનેસંગ જાડેજા, ગોહિલ વીરમદેવસિંહ પ્રતાપસિંહ, જયેન્દ્રસિંહ ખીમાજી જાડેજા, ગિરીરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાને પોલીસે પકડી પાડી રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.41,500 કબ્જે કર્યા હતાં.જોડિયા તાલુકાના મેઘપર ગામમાં દલિતવાસ નજીક જુગાર રમતા રમણિકભાઈ પરબતભાઈ ચૌહાણ, જેન્તીભાઈ જીવાભાઈ વાઘેલા, રમેશ ગોવિંદભાઈ વાઘેલા, જીતુ નાનજીભાઈ વાઘેલા, ફૂલચંદ મનજીભાઈ ચૌહાણ, ગેલાભાઈ મોહનભાઈ ચૌહાણને પોલીસે પકડી પાડી રૂ.11,400 કબ્જે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...