કાર્યવાહી:જામનગરમાં 41 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મનપાની 4 ટીમ દ્વારા કાર્યવાહી

જામનગરમાં 41 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટકી જપ્ત કરવામાં આવ્યું છે. કેન્દ્રના જાહેરનામાની અમલવારી અંતર્ગત શહેરમાં મહાનગરપાલિકાની ચાર ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેશે.

આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાપાલિકા ધ્વારા સોમવારે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા 4 ટીમ મારફત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 16 ધંધાર્થી, વેપારીઓ પાસેથી 41 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી રૂા.7500 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...