દિવાળી વેકેશન ફળ્યું:16 દિવસમાં નરારા, ખીજડિયા અને પોશીત્રા ટાપુની 4,001 સહેલાણીઓએ મુલાકાત લીધી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરીન નેશનલ પાર્કને પખવાડિયામાં કુલ રૂા.2,09,730ની આવક થઇ

દિવાળી વેકેશનના કારણે જામનગરના નરારા ટાપુ, ખીજડીયા પક્ષી અભ્યારણ અને પોશીત્રાની ફકત 16 દિવસમાં કુલ 4001 સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. પરિણામે મરીન નેશનલ પાર્કને કુલ રૂ.2,09,730ની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળની મુલાકાતે વિદેશી પર્યટકો પણ આવતા હોય છે. પરંતુ આ વર્ષે આ સમયગાળામાં એક પણ વિદેશી પર્યટકે આ સ્થળની મુલાકાત લીધી ન હતી તેમ જામનગર મરીન નેશનલ પાર્કના અધિકારીએ જણાવ્યુ હતુ.

જામનગર સહિત રાજ્યભરમાં કોરોના હાલ મંદ પડી ગયો છે. જેને કારણે આ વર્ષે લોકો કોઈપણ જાતના સંક્રમણના ડર વગર મુક્ત પણે તહેવારો અને વેકેશન માણ્યું હતું. જેના પગલે જામનગરમાં પ્રવાસીઓ માટે આગવું સ્થાન ધરાવતા નારારા રિફ (ટાપુ), ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને પોશીત્રામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો.

દર વર્ષે નરારા ટાપુ, ખીજડીયા પક્ષી અભ્યારણ અને પોશીત્રા 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે છે. ત્યારે આ વર્ષ 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી કુલ 40001 સહેલાણીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં નરારા રીફ સેલાણીઓ ફેવરિટ સાબિત થયું હતું. આથી મરીન નેશનલ પાર્ક કુલ રૂ. 209730ની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિદેશથી પણ પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લેતા હોય છે પરંતુ આ વર્ષે એક પણ વિદેશી પ્રવાસીએ આ સમયગાળામાં મુલાકાત લીધી ન હતી.

ફેકટ ફાઇલ|ટાપુ અને અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યા

સ્થળનું નામ

મુલાકાતઓની સંખ્યા

નરારા રીફ2715
પોશીત્રા38
ખીજડીયા1248

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...