ચોરી:ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી 40 હજારના ચાંદીના આભુષણો ચોરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ પડેલા મકાનને શહેરમાં વધુ એકવાર તસ્કરોએ નિશાન બનાવ્યું

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર આવેલ દ્વારકેશ સોસાયટીમાં 15 દિવસ સુધી બંધ રહેલા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ખાતર પાડયું છે. બંધ મકાનમાં ઘુસેલા તસ્કરો ચાંદીના દાગીના સહિત રૂા.41 હજારની મત્તા ચોરી કરી ગયા છે.

શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલ માધવ બાગમાં દ્વારકેશ સોસાયટી-2માં રહેતા રવિન્દ્રભાઇ બદ્રીપ્રસાદ સોની (ઉ.વ.32) નામના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ યુવાન પોતાના મકાનને તાળા મારી બહાર ગામ ગયા હતા. ગત તા.28-8થી 10-9 સુધી બંધ રહેલ આ મકાનને કોઇ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ મકાનમાં ખાબકેલા તસ્કરો ઘરની અંદરથી કબાટમાં રાખેલા રૂા.10020ની કિંમતની 334 ગ્રામ કાચી ચાંદી, રૂા.9 હજારની કિંમતના 300 ગ્રામ ચાંદીના એક જોડી સાકળાના દાગીના, રૂા.14,400ની કિંમતના 100 ગ્રામ વજનના નાના મોટા 18 ચાંદીના સિક્કા તેમજ 200 ગ્રામ વજના 4 નંગ ચાદીના સાકળા, ચાર નંગ ચાંદીની માછલી સહિત રૂા.40,920નો મુદામાલ હાથવગો કરી તસ્કરો નાશી ગયા હતા.

આ બનાવ અંગે ગત તા.11મી ના રોજ ઘરે આવ્યા બાદ રવિન્દ્રભાઇને જાણ થઇ હતી. જેને લઇને તેઓએ સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...