તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોના ખાતામાં દર માસે 4 હજાર જમા થશે

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરના 24 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાયો

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર સરકાર બની છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના અનાથ-નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને રૂા. 4000ની સહાય આપવામાં આવે છે. તેની વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.

શુક્રવારે કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોકળા મને સંવાદ કર્યો હતો. કોરોના સમય ગાળામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મનની મોકળાસ કાર્યક્રમ અંતર્ગત સંવાદ‌ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરનો 14 વર્ષીય સુફિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો હતો.

આ બાળકોના માતા-પિતાન અવસાન થયા છે ત્યારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જામનગરના 24 બાળકોના ખાતામાં દર માસે રૂા. 4000 જમા થાય છે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ મેળવવા માટે જામનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચાએ તેમની ઓફીસનો સંપર્ક કરવા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેવા સદન-4, રૂમ નં. 61, રાજપાર્ક, મો. 9825206514 પર સંપર્ક કરવા જણાવાયું છે.

જે રકમ મળે છે તેનાથી હું ભણીને સીએ બનીશ
16 વર્ષીય દિવ્યાંગ રાધિકા પરમારે કહ્યું હતું કે, એપ્રિલ માસમાં માત્ર બે દિવસના અંતરે મમ્મી અને પપ્પા બંનેનું અવસાન થયું છે અને હાલ ફઇ સાથે રહે છે અને મારે સીએ બનવું છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી જે રકમ મને મળી રહી છે તેનાથી હું ભણીને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ.

અન્ય સમાચારો પણ છે...