ઉજવણી:જામનગર શહેરમાં ચાલુ વર્ષે જી.જી.હોસ્પિટલમાં 400 નોર્મલ ડિલિવરી કરાવાઈ

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરની સરકારી ગુરૂ ગોબિંદસીંઘ સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ મીડ વાઈફરી ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી

જામનગર શહેરની સરકારી ગુરૂ ગોબિંદસીંઘ સરકારી હોસ્પિટલમાં તા.5 મેના ઇન્ટરનેશનલ મીડ વાઈફરી ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તબીબી અધિક્ષક ડો.દિપક તિવારી, ગાયનેક વિભાગના ઇન્ચાર્જ વડા ડો. તૃપ્તિ નાયક, લક્ષ્યના નોડલ ઓફિસર તથા એસોસિએટ પ્રોફેસર તથા ગાયનેક વિભાગના ડો. મોના ગાંધી તથા હોસ્પિટલમાં વિવિધ અધિકારીઓ તથા કર્મચારીઓ આ પ્રસંગે એનપીએમ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં એનપીએમ સ્ટાફ તરફથી સંસ્થામાં કાર્યરત મીડવાઇફરી લેડ કેર યુનિટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ યુનિટમાં દર્દીને અનુકૂળ હોય તે પ્રકારની સામાન્ય પ્રસુતિ કરાવવામાં આવે છે. જેથી દર્દીને લેબર પેઈન ઓછુ થાય તથા દર્દી પોતાને અનુકુળ રહી ડીલેવરી કરી શકે. હોસ્પિટલમાં દર્દીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે મ્યુઝીક સીસ્ટમ, ટી.વી., યોગા મેટ, ડીલવેરી બોલ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ચાલુ વર્ષ દરમ્યાન 400 જેટલી નોર્મલ ડીલેવરી આ યુનિટમાં કરાવવામાં આવી છે. આ પ્રસંગે સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તદઉપરાંત આ વિભાગમાં ફરજ બજાવતા સ્ટાફનું હોસ્પિટલના સત્તાધિશો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...