બેંક હડતાળ:જામનગરના 400 કર્મચારીઓ હડતાળમાં જોડાયા, બે દિવસ દરમિયાન કરોડો રૂપિયાનું ક્લિયરીંગ ઠપ્પ થશે

જામનગરએક મહિનો પહેલા
  • દેશ સહિત 2 દિવસ બેંક હડતાલ નો પ્રારંભ
  • યુકો બેન્ક પાસે બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર

જામનગર સહિત દેશભરમાં ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાલનો આજથી પ્રારંભ થયો છે.

આ હડતાલમાં જામનગરના પણ 400થી વધુ બેંક કર્મીઓ જોડાયા છે. હડતાલને કારણે બેંકનું કામકાજ ખોરવાઇ જતાં કરોડોનું ક્લિયરીંગ ઠપ્પ થયું છે. બેંક હડતાલને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જામનગરમાં ગુજરાત બેંક વર્કસ યુનિયનના નેજા હેઠળ બેંક કર્મચારીઓએ એકત્ર થઇને બેંક બચાવો, દેશ બચાવોના નારા સાથે બેંકોના ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો.

બેંક હડતાલની પૂર્વ સંધ્યાએ ગુજરાત બેંક વર્કસ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકિયાની આગેવાનીમાં જામનગરના રાષ્ટ્રીયકૃત બેંકના કર્મીઓએ ખાનગીકરણના વિરોધમાં પ્રચંડ દેખાવો યોજેલ.આ કર્મીઓનું કહેવું એમ છે કે અમો લગભગ આ મુદ્દે 30 વર્ષથી લડતા આવ્યા છીએ.

પરંતુ બેન્કોને ખાનગીક્ષેત્ર ને સોંપવાનું ભૂત જતું નથી.શુ દેશ નો ગરીબ વર્ગ બેંક સેવાથી વંચિત રહે,નાના વેપારીને લોન ન મળે,ખેડૂત ને લોન ન મળે, ઝીરો બલન્સથી ખાતું ન ખુલે,ને વરિષ્ટ નાગરિક કે જે વ્યાજ ઉપર નિર્ભર છે તેને વ્યાજ ન મળે એટલે ખાનગીકરણ કરી ને દેશ મોટા કોર્પોરેટ ઉદ્યોગ જેવાકે અદાણી, અંબાણીને 50, 000 કરોડ નો નફો કરતી બેન્કો ને ફૂંકી મારવી છે?આ તો રાષ્ટ્ર તથા લોકોને બચાવા માટેની લડત છે. અમો વડાપ્રધાન કે સરકાર સામે નથી.157 લાખ કરોડની જે ગરીબ લોકોની બચત છે તે ખાનગીક્ષત્ર હસ્તક ન જાય એની લડત છે.

અન્ય સમાચારો પણ છે...