જામનગર જિલ્લાના ખિલોસ ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ગ્રામજનોને પરમીટ દીઠ 400 કચરાપેટી આપવામાં આવ્યું હોવાનું સરપંચ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં તેને જણાવ્યું હતું કે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી રૂ. 4 થી 5 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે. ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે રૂ.6 થી 7 લાખના ખર્ચે સીસી રોડનું કામ, પ્રાથમિક શાળા તેમજ અન્ય સ્થળો પર રૂ. 20 થી 22 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત ગ્રામજનોને કોઈપણ ઋતુમાં પાણીની અગવડતા ન પડે તે માટે રૂ. 60 લાખના ખર્ચે પાણીની લાઈન અને ઘરે ઘરે નળ પહોંચાડવામાં આવ્યા છે. ગામમાં બે પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક લાખ લીટર અને બીજો 75 હજાર લીટરની ક્ષમતાનો છે. ઉપરાંત ગામમાં આરોગ્ય તેમજ આધાર કાર્ડ સંબંધિત કેમ્પ પણ કરવામાં આવે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનશે
ગામના લોકોને પ્રાથમિક સારવાર અર્થે જામનગર જવું ન પડે તે માટે ગામમાં રૂ. 22 થી 24 લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનશે. ઉપરાંત ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં સીસીટીવી કેમેરા પણ ફીટ કરવામાં આવશે તેમ સરપંચે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.