તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિફાઇ:જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક સાથે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ભાનુ શકિત સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહક ઇનામ અપાશે

જામનગરમાં શનિવારે ભાનુ શકિત સહિયર ગ્રુપ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હરીફાઇમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. જામનગરના વેજુમાં હોલમાં શનિવારે ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 12 વર્ષથી નીચેની વયના બાળકો તેમજ બહેનો મળી કુલ 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બે કલાકના સમયગાળામાં રંગોળી પૂર્ણ કરવાની સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરના વિજેતાને ઇનામ આપવામાં આવશે.

કોરોનાની મહામારીને પગલે સ્પર્ધામાં તમામ સ્પર્ધકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ રાખવામાં આવ્યું હતું અને માસ્ક પહેરી, હાથ સેનીટાઇઝ કરાયા હતાં. સ્પર્ધાને સફળ બનાવવા મંડળના પ્રમુખ દક્ષાબેન નંદા, મંત્રી નયનાબેન મંગી, ઉપ પ્રમુખ અનસુયાબેન કનખરા તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો