કાર્યવાહી:એરફોર્સ-2 સામે આવાસ પાસે જુગાર રમતા 4 શખસો પકડાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ રૂા.36,800 કબજે કરી ગુનો દાખલ કર્યો
  • ​​​​​​​સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો કરતા નાસભાગ મચી

જામનગરના એરફોર્સ-2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં જુગાર રમી રહેલ ચાર શખ્સોને પોલીસે રૂા.36,800ની રોકડ સાથે પકડી પાડયા છે. પોલીસે તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે.

જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર આવેલ રોજી પેટ્રોલ પંપ પાસેના એરફોસ-2 સામેના આવાસ પાસે હનુમાનજીની ગલીમાં સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનોજસિંહ દીલીપસિંહ પીંગળ (રહે. ગોકુલનગર, નવાનગર મોમાઈનગરવાળી ગલીમાં જામનગર), નરેશભાઈ હીરાભાઇ બગડા (રહે. ગોકુલનગર રડાર ગેટની બાજુમા જામનગર), વિપુલસિંહ ચંદુભા પીગળ (રહે. શંકરટેકરી આશાપુરા મંદિર બાજુમાં, જામનગર), મહેશભાઇ લાલજીભાઇ ચોહાણ (રહે. મોટા આશાપુરા મંદિર પાસે વાઘેર વાડો જામનગર) વાળા શખસોને પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસે ચારેય શખસોના કબજામાંથી રૂા.36,800ની રોકડ કબજે કરી હતી. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કોર્પોરેટરના ઘરમાં પકડાયેલો જુગાર પોલીસે જવા દીધો !
જામનગર સિટી-સી ડિવિઝન પોલીસે ગુરૂવારે મોડીરાત્રે સત્યમ્ કોલોની વિસ્તારમાં જુગારની રેઈડ કરતા તેને પાછળથી જાણ થઈ હતી કે, તેણે જ્યાં રેઈડ કરી છે તે તો મહિલા કોર્પોરેટરનું ઘર છે. મહિલા કોર્પોરેટર અને તેના પતિએ પોલીસથી બચવા માટે ભારે ઉધામા કર્યા હતા. અંતે એક પોલીસની દરમિયાનગીરીથી કોર્પોરેટરનું મકાન અને કોર્પોરેટર પોતે તથા તેનો પતિ જુગારની ફરિયાદમાંથી બાદ કરી દેવાયા હતાં અને જુગારનો દેખાડવા પૂરતો કેસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...