તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દરેડના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં વધુ 4 આરોપીની ધરપકડ કરાઇ, વધુ ગુના નોંધાવાની સંભાવના

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસીતિયાના પકડાયેલા ચારેય આરોપી જેલહવાલે,ધરપકડનો આક 45 પર પહોચ્યો
  • હજુપણ 19 આરોપીઓ પોલીસ પકડની બહાર

જામનગર નજીક દરેડ પંથકમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી પેશકદમી કરવા મામલે પોલીસે 64 સામે ગુનો નોંધ્યો હતો જે પ્રકરણમાં પોલીસે મસીતીયાના ચાર આરોપીની ધરપકડ હતી જેને જેલહવાલે કરાયા હતા.ચકચારી પ્રકરણમાં ધરપકડનો આંક 45 પર પહોચ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે દરેડ પંથકમાં સર્વે નં.131 અને 132 વાળી સરકારી જમનીમાં ગેરકાયદે દબાણ કરી પેશકદમી મામલે પંચ બી પોલીસ મથકમાં અગાઉ 64 સામે ગુનો નોંધાયો હતો જેમાં સુત્રધાર વિજય માલાણી સહિતના 41 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી જે તમામને જેલહવાલે કરાયા હતા.

જે પ્રકરણમાં પંચ બી પોલીસે વધુ ચાર આરોપી અકબર ઉર્ફે ઇકો ઇસ્માઇલભાઇ ખફી, અલ્તાફ ગુલમામદ અખાણી, અબ્બાસ ઉર્ફે અબાસીયો જુસબભાઇ ખફી અને જુનેદ હાજીભાઇ ખફી(રે. મસીતીયા)ની ધરપકડ કરી લીઘી હતી જે ચારેયને જેલ હવાલે કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે,આ પ્રકરણમાં અગાઉ પોલીસે સુત્રધાર વિજય માલાણીની ધરપકડ કરી તેના પાંચ દિવસના રીમાન્ડ મેળવીને સધન પુછપરછ હાથ ધરી હતી જે પોલીસ પુછપરછમાં ભુમાફિયા જયેશ પટેલની સંડોવણી પણ ખુલવા પામી હતી.લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં 64 પૈકી 45 આરોપી પોલીસની ગિરફતમાં આવ્યા છે જયારે અન્ય આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો