તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • 4 Lakh Villages, Funds Raised From 22 Crore Hindu Families Will Be Used For Construction Of Ram Temple, VHP Held A Meeting In Ayodhya For Construction Of Ram Temple, Hindu Rashtra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:4 લાખ ગામડા, 22 કરોડ હિન્દુ પરિવારમાંથી ધનસંગ્રહ કરી રામ મંદિર નિર્માણમાં વપરાશે, વિહિપ દ્વારા અયોધ્યામાં રામમંદિર, હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે બેઠક યોજાઇ

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામમંદિર અને હિન્દુ રાષ્ટ્ર ના નિર્માણ માટે ડો. હેડ ગોવાર ભવન સંઘ કાર્યાલયમાં બેઠક યોજાઇ હતી. જેમાં 4 લાખ ગામડા અને 22 કરોડ હિન્દુ પરિવારમાંથી ધન સંગ્રહ કરી રામ મંદિર નિર્માણમાં ઉપયોગ થશે. આ માટે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલનારૂં અભિયાન જામનગર જિલ્લામાં બે વિભાગમાં થશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.

બેઠકમાં અખિલ ભારતીય પ્રવક્તા તથા વિશ્વ હિન્દુ પરિષદ સામાજીક સમરસ્તાના કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવતે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને દરેક હિન્દુના હ્દયમાં અયોધ્યા અને તે સાથે હિન્દુ રાષ્ટ્રના નિર્માણના હેતુથી દેશના 4 લાખ ગામડામાંથી તથા 22 કરોડ હિન્દુ પરિવાર માંથી ધન સંગ્રહ કરી મંદિરના નિર્માણમાં ઉપયોગ થશે. આ માટે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલશે. આ અભિયાન જામનગર જિલ્લામાં મા બે વિભાગમાં થશે.વિશ્વ હિન્દુ પરિષદમાંથી અભિયાનના જીલ્લા સહ પ્રમુખ તરીકે જીલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા તથા શહેર સહ પ્રમુખ સુબ્રમણ્યમ પીલ્લેની નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો