તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફડાતફડી:જિલ્લા જેલમાં 4 કેદીનો સિપાઇ પર હુમલો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર મારી પથ્થર ઉપાડી હુમલાનો પ્રયાસ કર્યો, કેદીએ પણ દિવાલમાં માથુ અફડાવતા ઇજા
  • વિભાગનો ગેઇટ ખોલી બહાર જતા અટકાવવા જતા ઝપાઝપી : 4 કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

જામનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા જેલ સહાયક પર ચાર કાચા કામના કેદી દ્વારા ઝપાઝપી કરી લાફો મારી પથ્થર ઉપાડી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યાનો બનાવ બહાર આવતા દોડધામ મચી હતી.કેદીને સલામતિ વિભાગ બંધ થતા તેનો દરવાજો ખોલી બહાર જતા અટકાવવા જતા અન્ય ત્રણની મદદગારીથી આહુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.હુમલા બાદ કેદીએ પોતાનુ માથુ અફળાવી જાતને ઇજા પહોચાડી હોવાનુ સામે આવ્યુ છે.

જામનગર જિલ્લા જેલ ખાતે જેલ સહાયક કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા શનિવારે સવારે સાડા નવ વાગ્યાના સુમારે જેલ સર્કલમાં સલામતી વિભાગમાં ફરજ બજાવી રહયા હતા જે બાદ સલામતી વિભાગ બંધ થતા કાચા આરોપી એઝાજ રજાકભાઇ સંધાર સલામતી વિભાગ ગેઇટ નં.2 ખોલી બહાર જતા જેલ સહાયક કૃષ્ણરાજસિંહે તેને રોકયો હતો.

જેથી એકદમ ઉશ્કેરાઇ જઇ તેણે મોટેથી બુમો પાડતા અન્ય રીઝવાન રજાકભાઇ સંધાર, અસગર રજાકભાઇ સંધાર અને અબ્દુલ કરીમ સલીમ ભગાડ પણ ધસી આવ્યા હતા.જે ચારેયએ એકસંપ કરી અપશબ્દો બોલી ઝપાઝપી કરતા વર્ધીનો સોલ્ડર અને બટન તુટી ગયા હતા.જેના પગલે અન્ય જેલ કર્મીઓ દોડી આવ્યા હતા.આ વેળાએ કોંક્રિટના કામના સ્થળેથી પથ્થર ઉપાડી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે,જેલ સ્ટાફે તેઓને પકડી રાખ્યા હતા.

આ ઘટના બાદ આરોપી એજાજ સંધારે જાતે સલામતી વિભાગની દિવાલ સાથે માથુ અફળાવી પોતાને પણ ઇજા પહોચાડયાનુ સામે આવ્યુ છે.આ બનાવ અંગે જેલ સહાયક કૃષ્ણરાજસિંહ જાડેજાની ફરીયાદ પરથી સીટી એ પોલીસે એજાજ રજાકભાઇ સંધાર, રીઝવાન રજાકભાઇ સંધાર, અસગર રજાકભાઇ સંધાર અને અબ્દુલ કરીમ સલીમ ભગાડ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.જયારે ભોગગ્રસ્ત જેલ સહાયક અને માથુ અફળાવનાર આરોપીને પણ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.બનાવના પગલે જેલમાં ક્ષણિક દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...