તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામજોધપુરમાં ચકલા ચોક પાસેથી 4 જુગારી ઝડપાયા

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલીંગ દરમિયાન પોલીસની કાર્યવાહી
 • રોકડ રકમ સહિતની માલમતા કબજે, જાહેરનામા ભંગની કાર્યવાહી

જામજોધપુરમાં ચકલા ચોક વિસ્તારમાં પોલીસે સરાજાહેર જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિતની માલમતા કબજે કરી હતી.પોલીસે ચારેય સામે સોશ્યલ ડીસ્ટન્સના ભંગના મામલે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી હતી.

જામજોધપુરમાં સ્થાનિક પોલીસ ટીમને પેટ્રોલિંગ વેળાએ ચકલા ચોક વિસ્તારમાં અમુક શખ્સ એકત્રિત થઇ જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટુકડી ત્વરીત ધસી જતા ચારેક શખ્સ જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે ગોવિંદ બચુભાઇ સોલંકી, અમીત પુનાભાઇ ડાભી, પ્રવિણ મોહનભાઇ ડાભી અને જેન્તી મોહનભાઇ ડાભીને પકડી પાડી રોકડ રકમ સહિતની માલમતા કબજે કરી હતી.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે જાહેરનામાની સમજ હોવા છતા તમામે ભેગા થઇ એકબીજાની નજીક બેસી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા મામલે પોલીસે ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો