જામનગરની ભાગોળે દરેડ ગામે પંચકોશી-બી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 પરપ્રાંતિય શ્રમિકોને પકડી પાડી રોકડ સહિતની માલમત્તા કબજે કરી હતી અને તમામ શખસો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરની ભાગોળે દરેડ ગામે પંચકોશી-બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પટેલ સમાજ નજીક અમૂક શખસો એકત્ર થઈ જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટૂકડી ત્વરિત ધસી ગઈ હતી.
જે વેળાએ ચારેક શખસો જુગાર રમતા માલૂમ પડ્યા હતા. આથી પોલીસે સોનુ કલ્યાણસિંહ પરીહાર, રનબીર કામતા પરીહાર, અશોક પ્રકાશભાઈ પટવા અને લલાસાહબ રૂસ્તમસિંહ પરીહારને પકડી પાડી રૂા.3,010ની રોકડ રકમ સહિતની માલમત્તા કબજે કરી તમામ શખસો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ભરબપોરે મંડાયેલી જુગારની મહેફિલ પર સ્થાનિક પોલીસ ત્રાટકતા ક્ષણિક અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.
જ્યારે દેવભૂમિ જિલ્લામાં જુગાર સંબંધિત દરોડામાં પોલીસે દ્વારકા શહેરમાં આવેલ મચ્છીપીઠ પાસે ઓટલા પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતો આરોપી અસ્લમ મજીદ વેતરણ નામના શખ્સને રોકડા રૂ.510ના મત્તા સાથે ઝડપી લીધો હતો અને જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.