તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠામાં તરછોડી દેવાયેલા 4 માદા હાથીને જામનગર ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જામનગરના ઈન્ચાર્જ ડી.એફ.ઓ. રાધિકાબેન પરસાણાને આ બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે, અત્યારે ચારેય હાથી ઓન ધ વે છે, જામનગર આવ્યા પછી તેનું મેડિકલ ચેકઅપ કરાવીને હેલ્થની ચકાસણી થયા પછી વધુ કહી શકાશે.
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના સાતસણમાં સોમવારની મધરાતે અજાણ્યા શખસો 4 હાથીને બે ટ્રકમાં લાવીને સાંકળથી તેના પગ બાંધીને મૂકી ગયા હતા. આ ભેદી ઘટનાએ બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અચંબિત કરી દીધુ હતું અને હાથીને મૂકી જનારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં આ ચારેય માદા હાથી જામનગર રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલીફ્રન્ટ વેલફેર ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો હતો અને મંગળવારે મધરાતે આ ચારેય હાથીને જામનગર મોકલવા માટે બનાસકાંઠાથી રવાના કરી દેવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.