રહીશોને લાભ:મતવાથી હનુમાન મંદિર-જુના ધુતારપર-નાની માટલી-સ્ટેટ હાઇવેને જોડતા 4 કોઝવે બનાવાશે

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 કરોડના ખર્ચે કોઝવે બનતા આજુબાજુના ગ્રામજનો અને વાડી વિસ્તારના રહીશોને લાભ મળશે

જામનગરના મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું કૃષિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂા.30 લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂા.30 લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂા.30 લાખ તેમજ મતવા ટુ જોઇન સ્ટેટ હાઇવે માટે રૂા.110 લાખ તેમજ અલગ અલગ જગ્યાઓ પર 1200 એમએમના પાઈપની હરોળના કોઝવેની તથા સ્લેબ ડ્રેન કામગીરીની જોગવાઈ કરવામાં આવી છે. આમ મતવા ગામને સ્ટેટ હાઇવે તેમજ અન્ય ગામડાઓને જોડતા કોઝવેનું આગામી સમયમાં રૂા.2 કરોડના ખર્ચે નિર્માણ થવાથી લોકોને વધુ સુવિધાઓ મળી રહેશે.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કોઝવે નિર્માણ પામવાથી આજુબાજુના ગામડાઓના લોકોને તથા વાડી વિસ્તારના રહીશોને કોઝવેનો લાભ મળશે. સરકાર દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. ગામડાઓમાં પણ શહેરોની મારફતે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કરીને ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન પડે. દરિયામાં જતુ વરસાદી પાણી અટકાવીને ગામડાઓમાં ડેમ, તળવોના નિર્માણ થઈ રહ્યા છે. આ સંગ્રહિત પાણીનો ખેડૂતો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે.

કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી ચેરમેન ડૉ. વિનુભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઇ ફાચરા, તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન, રામભાઇ, ઘનશ્યામભાઈ, જેઠાભાઇ, જીતુભાઈ, મનહરભાઈ, છગનભાઈ ધામેલિયા, વલ્લભ સંઘાણી, આજુબાજુના ગામના સરપંચ તેમજ આગેવાનઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...