જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સુચના હેઠળ હોળીના તહેવાર ને અનુલક્ષીને ફુડ શાખા દ્વારા સત્યનારાયણ મંદિર રોડ,હવાઈ ચોક,તંબોલી માર્કેટ,ગ્રેઇન માર્કેટ,નાગનાથ ગેઈટ જેવા વિસ્તારમાંમાંથી પતાસા, ખજૂર, હારડાના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતાં.
શહેરના અલગ-અલગ વિસ્તાર આવેલા આર્ય ફૂડ પેલેસ, લાપીનોઝ પીત્ઝા, ધનલક્ષ્મી બેકરી, ભોલા પંજાબી ઢાબા, લા મીલાનો, ચીફ બાઇટ, અબ્દુલ જુસબ, સલીમભાઈ રસવાળા, ચૌધરી મોમોઝ, સેન્ડવિચ હટ, રાજુભાઈ પકોડાવારા, દિલીપભાઈ ઘુઘરવારા, સાવરિયા ફરાળી પૌંઆ, યશપાલસિંહ દાલવાડીવારાને ત્યાં ચેકીંગ હાથ ધરી સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, વાસી ખોરાક ન રાખવો, ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, આરોગ્યને નુકસાન કરતાં તેમજ પ્રતિબંધિત વસ્તુ ન વાપરવા તાકીદ કરવામાં આવી હતી.મીટ-ચિકનના કેસની એડ્જ્યુડીકેટીંગ ઓફિસર દ્વારા કરેલા દંડના અનુસંધાને કુલ 4 આસામીને રૂ.40000 નો દંડ ભરાવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.