ધરપકડ:શહેરમાં દારૂની ભઠ્ઠી ચલાવતી 2 મહિલા સહિત 4 ઝડપાયા, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો કબ્જે કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં વુલનમીલ ફાટક પાસે બાવરીવાસમાં દરોડો પાડી સીટી સી ડિવિઝન પોલીસે બે મહિલાઓને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા પકડી પાડી છે.જયારે મહાદેવનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખસોને 115 લીટર દેશી દારૂ સહિતના મુદ્માલ સાથે પકડી પાડયા છે. જામનગરમાં વુલનમીલ ફાટક પાસે બાવરીવાસમાં શોભા મનોજભાઇ કોળી અને પારૂબેન સંજયભાઇ વાઘેલા નામના મહિલાના ઘરે દરોડો પાડી સીટી સી ડિવિઝન પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. પોલીસે બન્ને મહિલાઓના કબ્જામાંથી 10 લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો કબ્જે કરી પ્રોહિબિશન ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે મહાદેવનગર વિસ્તારમાં આંગણવાડી પાસે આવેલા મનસુખભાઇ અરશીભાઇ સિંગડીયાના મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. આ દારૂની ભઠ્ઠી અજયભાઇ ગોપાલભાઇ મકવાણા અને મહેશનાથ સુરેશનાથ ગોસાઇ નામના બન્ને શખસો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બન્ને શખ્સોની પ્રોહિબિશન ધારાઓ મુજબ ધરપકડ કરી 115 લીટર દારૂ, 120 લીટર આથો અને દારૂ બનાવવાની ભઠ્ઠી સહિતના સાધનો મળી કુલ રૂા.6,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બન્ને શખસો સામે પ્રોહિબિશન ધારાઓ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...