જામનગરમાં ગુલાબનગર નજીક સંજરી ચોક વિસ્તારમાંથી જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા બે સ્ત્રી અને બે પુરુષોને પોલીસે પકડી પાડયા છે અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે. જામનગરમાં ગુલાબનગર નજીક સંજરી ચોકમાં કેટલાક સ્ત્રી-પુરુષો એકત્ર થઇને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી.
જેથી પોલીસ ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જયાં સ્ત્રી પુરુષો દ્વારા એકત્ર થઈ ને ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પોલીસે જુગાર રમી રહેલી મનિષાબેન તુલસીદાસ ચેલારામાણી, સીમાબેન લક્ષ્મણદાસ ચેલારામાણી, ઉપરાંત લખમણભાઇ નારાયણદાસ ચેલારામાણી અને કમલેશકુમાર દિલુભાઈ ગઢવીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂા.12,900ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.