જામનગરના ધ્રોલ ના ટોલ નાકા થી આગળ ગત મોડીરાત્રે બાઈક ની આડે ઈકોગાડી રાખીને યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરી ગયા નો બનાવ બન્યો હતો આ બનાવ બનતા જ સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઇ હતી જ્યારે આ બનાવમાં બાઇક ચાલક યુવાનને પગમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેની ફરિયાદના આધારે જામનગર એલસીબી સહિત પોલીસ ચોકી ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને બનાવની ગંભીરતાને જોઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે આ બનાવને ગણતરીના કલાકોમાં જ એલ.સી.બી પોલીસે અપહરણકારોને પકડી પાડયા હતા. જેમાં મુખ્ય આરોપી એક સગીર સહિત ચારની અટકાયત કરાઈ હતી જ્યારે એક શખ્સ ફરાર હોય તેની શોધખોળ કરાઈ રહી છે.
તેમજ ફરીયાદી નિલેશભાઇ મગનભાઈ બસીયા રહે .ધ્રોલ વાળા એ પોતાની માસીની દીકરી જે ભોગ બનનારને પોતાના મોટર સાયકલમાં બેસાડી જતા હતા દરમિયાન ધાંગધ્રાના પાટિયા નજીક આવતા આરોપી કિરીટભાઈ દાનાભાઈ ગલચર તથા અન્ય ત્રણ શખ્સો જે ગ્રે કલરની ઈકો ગાડીમાં આવી ફરિયાદીની બાઈકમાં પાછળ બેસેલા ભોગ બનનાર મહિલાને ચાલુ કાર્ય ખેંચી ઈકો ગાડીમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી નાસી છૂટયા હતા.
જ્યારે અપહરણ ના બનાવ બનેલા હોવાની જાણ થતા જ આરોપીઓને ઝડપી પાડવા માટે જામનગર પોલીસવાળા દીપેન ભદ્રન ની સૂચનાથી જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી તેમજ એલસીબીની અલગ-અલગ ટીમો દ્વારા એલસીબીના પીઆઇ નીનામા અને બે પીએસઆઇ કે.કે.ગોહિલ અને દેવમુરારી સહિત બે અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ એક્શનમાં આવી મોરબી, ટંકારા, જોડિયા ,ધ્રોલ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ હતા દરમિયાન એલસીબી ની અલગ અલગ ટીમો તૈયાર કરી તેઓના અંગત અને ચોક્કસ વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડી ટેકનિકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી અંજામ આપનાર શકશો તથા ઇકો કાર ની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ના ભગીરથસિંહ સરવૈયા તથા યોગરાજ સિંહ રાણા ના અંગત બાતમીદારો ની હકીકતના આધારે ગુનાને અંજામ આપનાર આરોપીને જોડિયા તાલુકાના પીઠડ ગામ નજીકથી ગુનામાં વપરાયેલી ઇકો કાર નંબર Gj 36 આર 9140 સાથે ઘણો સ્ત્રીના કલાકોમાં ઝડપી પાડી ભોગ બનનારને અપહરણ કરનાર આરોપીના કબજામાંથી મુક્ત કરાવવા આવેલ હતા.
જેમાં કિરિટ દાના ગલચર ઉંમર ૩૯ રે. વાવડી ગામ મોરબી, પ્રાણજીવન ઉર્ફે ગજો નરભેરામ વડસોલા ઉ.40રે. હ મોરબી કાયદાથી સંઘર્ષતિ કિશોર તેમજ આરોપી હસમુખ લખમણ રહે નાની વાવડી મોરબી ફરાર હોય અટક કરવાનો બાકી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી કિરીટ ક્યાં કારણોસર અપહરણ કર્યું તે અંગે વધુ પૂછપરછ જ ચલાવવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.