તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગરના જામજોધપુરમાંથી કતલખાને લઈ જવાતા 4 પશુઓ મુક્ત કરાવાયા, એક શખ્સની ધરપકડ

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનમાં લઈ જતા પશુ ની સ્થિતિ કાળજું કંપાવે તેવી જોવા મળી

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ પાસે પોલીસે એક વાહનને રોકાવી અંદર નજર કરતા ત્રણ પશુઓને ઘાતકી રીતે બાંધી કતલ ખાને લઈ જવાતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શખ્સની ધરપકડ કરી છે.

જામજોધપુર તાલુકા મથકથી 6 કીમી દૂર આવેલા ગીંગણી ગામે ગઈકાલે પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી હતી. પોલીસે પટેલ સમાજની સામેથી વહેલી સવારે છ વાગ્યે પસાર થતી મહીન્દ્રા પીકઅપ બોલેરો વાહનને પોલીસે રોકાવી તલાસી લીધી હતી. જેમાં અંદર પરમીટ વગર કે આધાર વગર આરોપી ચાલકે ત્રણ ભેંસ અને પાદરડું એમ ચાર જીવને ત્રાસ થાય તે રીતે બાંધી ખીચો ખીચ ભરી તેમજ નીરણ ચારા તથા પાણીની સગવડ રાખ્યા વગર પશુ પ્રત્યે ઘાતકીપણું આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ચાર જીવને અંદરથી છોડાવી સલામત જગ્યાએ લઈ જઈ ચારો આપી રક્ષણ પૂરું પાડયુ હતું.પોલીસે ચાલક અયુબભાઇ ઉર્ફે અબ્બાસભાઇ મુસાભાઇ હિંગોરા રહે. ઢેબર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...