ભકિત:કાલાવડ પાસેના દાણીધારધામમાં 396માં શ્રાદ્ધ ઉત્સવનું આયોજન

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13મીના યોજાનાર કાર્યક્રમમાં કાનગોપી, લોકમેળો, લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક ઉત્સવ યોજાશે

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં 396માં શ્રાદ્ધ ઉત્સવ તા. 13 સપ્ટેમ્બર 2022ના ભાદરવા વદ-4ને મંગળવારના રોજ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ પ.પૂ. ઉપવાસી બાપુના સાનિધ્યમાં વર્ષ 2007 અને 2017માં તેમની પ્રેરણાથી દાણીધારધામમાં સંવત્સરી મહાવિષ્ણુયાગ યજ્ઞનું 365 દિવસનું આયોજન કરાયું હતું. જેમાં બ્રહ્મચારી તરીકે હાલના મહંત મહા મંડલેશ્વર 1008 સુખદેવદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

‘તુહી રામ પ્યારે રામ’ના નામથી ગુંજતી તેમજ 12 જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી સંત નાથજીદાદાની પાવનકારી અને સંત ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં નાથજીદાદાનો 396મો શ્રાદ્ધ ઉત્સવ તા.13ના સવારે 7 વાગ્યાથી સમાધિ પૂજનથી શરૂ થશે. ત્યારબાદ 10.30 વાગ્યે 51 થાળ ધરાવવામાં આવશે અને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રાધે કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ઉપરાંત સવારે 7 થી સાંજે 7 સુધી પરંપરાગત લોકમેળાે અને રાત્રે 9 વાગ્યે ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરાયંુ છે.

જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક જીગ્નેશ બારોટ, સંતવાણી કલાકાર પરેશદાન ગઢવી, ભજનીક દેવલબેન ભરવાડ, હાસ્ય કલાકાર અને સંચાલક મનસુખભાઈ વસોયા તેમજ સંતવાણીના કલાકાર અજયસિંહ ડાભી આ ભવ્ય લોકડાયરામાં ભાવિકોનું મનોરંજન કરશે. આમંત્રિત મહેમાનો અને દાણીધાર ધામના સેવકોનું સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પ્રમુખ લક્ષ્મણ બાપુ (વછરાજદાદા જીવ દયા ગૌસેવા ટ્રસ્ટ વછરાજબેટ), રમેશદાસ નેનુજી (પ્યારેરામજી મઠ, જુનાગઢ), શેરનાથબાપુ (ગૌરક્ષ આશ્રમ, જુનાગઢ)

કિશનદાસ બાપુ (રામટેકરી, જુનાગઢ) ઇન્દ્રભારતી બાપુ (ઘાટવડ), વિજયદાસબાપુ (નૃસિંહ મંદિર, અરડોઈ), લાલબાપુ (ગાયત્રી આશ્રમ, ગધેથડ), દિવ્યાનંદબાપુ (પ્રગટેશ્વર મહાદેવ, અનિડા-વાછરા), નિર્મળાબા, વિજયબાપુ (સતાધાર), રાજેન્દ્રદાસબાપુ (નકલંકધામ, તોરણીયા વાલદાસબાપુ, રાજીરામબાપુ (સીતારામ ગૌશાળા, વાળધરી) સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દાણીધાર ધામના નાથજીદાદા ટ્રસ્ટ અને નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટના મહંત 1008 સુખદેવદાસજીબાપુ ગુરૂ ચત્રભુજદાસજી (ઉપવાસીબાપુ) અને પ્રમુખ ભાવસિંહજી ડાભીએ સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોને કાર્યક્રમનો લાભ લેવા અનુરાેધ કર્યાે છે તેમ શિવુભા ભટ્ટી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...