તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય યથાવત:ધો.6થી 8માં પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં 39.05, દ્વારકા જિલ્લામાં 45.54 ટકાની હાજરી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલારની શાળાઓમાં છાત્રોની સૌથી ઓછી હાજરી ધો. 8 અને સૌથી વધુ ધો.6માં નોંધાઇ

હાલારમાં ધો.6 થી 8 માં પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં 39.05 અને દ્વારકા જિલ્લામાં 45.54 ટકા વિધાર્થી હાજર રહ્યા હતાં. જો કે, કોરોનાનો ભય હજુ યથાવત હોય હાલારની શાળાઓમાં છાત્રોની સૌથી ઓછી હાજરી ધો. 8 અને સૌથી વધુ ધો.6 નોંધાઇ હતી. શાળાઓમાં સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સાથે શાળામાં શૈક્ષણીક કામગીરી કરવામાં આવી હતી.રાજયમાં કોરોનાના કેસ ઘટતા શિક્ષણ વિભાગ દ્વારા તબકકાવાર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરૂવારના રાજયની સાથે હાલારની શાળાઓમાં ધો.6 થી 8 ના અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

પરંતુ વાલીઓમાં હજુ કોરોનાનો ભય યથાવત હોવાથી હાલારમાં પ્રથમ દિવસે બંને જિલ્લામાં 50 ટકાથી પણ ઓછા વિધાર્થીઓ ધો.6 થી 8 માં હાજર રહ્યા હતાં. જામનગર જિલ્લાની કુલ 782 શાળામાં 6 થી 8 માં કુલ 33575 માંથી ફકત 13112 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 678 શાળામાં કુલ 24555 માંથી ફકત 11182 છાત્રો હાજર રહ્યા હતાં. શાળાઓમાં સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સાથે શૈક્ષણીક કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો