ધમધમાટ:જામનગર યાર્ડમાં 12 કલાકમાં 38500 મણ મગફળી ઠલવાઇ, રૂા. 1565 ભાવ બોલાયો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં 956 ખેડૂત આવતા 70,323 મણ જણસની આવકથી યાર્ડ ઉભરાયું

જામનગર માર્કેટીંગ યાર્ડમાં 12 કલાકમાં 38500 મણ મગફળી ઠલવાઇ હતી. એક દિવસમાં 956 ખેડૂત આવતા 70323 મણ જણસની આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો મગફળીનો ભાવ રૂ.1000 થી 1565 બોલાયો હતો.જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની સીઝન શરૂ થતાં તેજીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

મગફળીની વિપુલ આવકના કારણે શનિવાર સુધી આવક બંધ કરવામાં આવી હતી. રવિવારે રાત્રીના 8 થી સોમવારે સવારે 8 વાગ્યા સુધી આવક શરૂ કરાતા ફકત 12 કલાકમાં યાર્ડમાં 38500 મણ મગફળી ઠલવાઇ હતી. હરાજીમાં 20 કીલો મગફળીના રૂ.1000 થી 1565 બોલાયા હતાં. સોમવારે એક દિવસમાં 956 ખેડૂત આવતા 70323 મણ જણસની આવક થઇ હતી.

જેમાં ધઉંની 4220, અડદની 3427, ચણાની 2284, લસણની 5763, કપાસની 6129, જીરૂની 1155, અજમાની 816, સૂકી ડુંગળીની 5850, સૂકા મરચાની 515 અને સોયાબીનની 105 મણ આવકનો સમાવેશ થાય છે. હરાજીમાં 20 કીલો ચણાના રૂ.740-1050, અરેંડાના રૂ.1200-1270, તલના રૂ.1960-2215, કપાસના રૂ.1300-1725 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...