કૉંગ્રેસ ઈલેકશન મોડમાં:જામનગર અને દેવભૂમિ દ્વારકાની 7 બેઠકો માટે 38 દાવેદારોએ દાવેદારી કરી, જાણો કઈ બેઠક પર કોણ-કોણ છે દાવેદાર?

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા બેઠક માટે સૌથી વધુ 10 દાવેદારો

વર્ષાન્તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે કૉંગ્રેસમાંથી 38 દાવેદારોએ દાવેદારી કરી છે.

હાલારના બંને જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઇચ્છુક કાર્યકરો પાસેથી કોંગ્રેસે દાવેદારી અરજી મંગાવી હતી જેમાં અત્યાર સુધીમાં 38 કાર્યકરોએ પોતાનો દાવો રજૂ કર્યા છે અને કાલાવડ, જામજોધપુર અને ખંભાળિયાના વર્તમાન ધારાસભ્યોને કૉંગ્રેસ રિપિટ કરે તેવી શક્યતાઓ છે. જામનગર જિલ્લાના પ્રભારી કિશન ઝા તેમજ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, અને સિધ્ધાર્થ પટેલે ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠકો પર લડવા ઈચ્છતા ઉમેદવારો માટે સેન્સ લીધી હતી.તમામ દાવેદારોના બાયોડેટા સહિતની માહિતી એકત્ર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યાર બાદ જીતી શકે તેવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

કઈ બેઠક પર કોણ-કોણ દાવેદાર?

જામનગર ગ્રામ્ય

જીવણભાઈ કુંભરવડિયા

કાસમ ખફી

હારૂન પલેજા

કલ્પેશ હડીયલ

કાસમ જીવા જોખીયા

જામનગર ઉત્તર

દિગુભા જાડેજા

નયનાબા જાડેજા

કર્ણદેવસિંહ જાડેજા

​​​​​​​બિપેન્દ્રસિંહ જાડેજા

​​​​​​​રચનબેન નંદાણીયા

​​​​​​​જામનગર દક્ષિણ

ધવલ નંદા

આનંદ રાઠોડ

મનોજ કથીરીયા

મનોજ ચોવટીયા

પાર્થ પટેલ

દ્વારકા

પાલ આંબલિયા

​​​​​​​મુળુભાઈ કંડોરિયા

​​​​​​​લક્ષ્મણ આંબલિયા

જ્યારે જામજોધપુર, કાલાવડ અને ખંભાળિયા બેઠક પર કૉંગ્રેસના સીટીંગ ધારાસભ્યોને પાર્ટી રિપિટ કરે તેવી શક્યતાઓ છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...