જામનગર શહેર-જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર કુલ 1287 મતદાન મથકો છે. તે પૈકી 371 સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે. જો કે, અતિ સંવેદનશીલ મતદાન મથક એકપણ જાહેર કરાયું નથી. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત રાખી વેબકાસ્ટીંગ કરવામાં આવશે.
જામનગર શહેર-જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર કુલ 1287 મતદાન મથક પર ચૂંટણીનું મતદાન થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકો નકકી કરાયા છે. જેમાં 5 વિધાનસભા બેઠક પર કુલ 371 સંવેદનશીલ મતદાન મથકનો સમાવેશ થાય છે.
જયારે એકપણ મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયું નથી. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત રાખી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. કુલ 1287 માંથી 2 પૂરક મતદાન મથક માટે દરખાસ્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં પ્રત્યેક મતદાર વિભાગમાં 7 સખી મતદાન મથક, 1-પીડબલ્યુડી મતદાન મથક, 1 મોડેલ મતદાન મથક, 1 ઇકોફ્રેન્ડલી મતદાન મથક અને 1 યુવા અધિકારી સંચાલિત મતદાન મથક રાખવામાં આવ્યા છે.
ફેક્ટફાઇલ| જામનગરની કઇ બેઠક પર કેટલા મથક સંવેદનશીલ | ||
બેઠક | કુલ મતદાન મથક | સંવેદનશીલ મથક |
76-કાલાવડ | 300 | 105 |
77-જામનગર ગ્રામ્ય | 279 | 69 |
78-જામનગર ઉતર | 230 | 48 |
79-જામનગર દક્ષિણ | 197 | 48 |
80-જામજોધપુર | 281 | 101 |
5 આદર્શ અને ઇકો ફ્રેન્ડલી મથક
જિલ્લાની પાંચેય બેઠક પર પીડબલ્યુડી મતદાન મથક પણ રહેશે. 78-જામનગર ઉતર બેઠક પર 72-સેન્ટ આન્સ સ્કૂલ મતદાન મથક યુવા અધિકારી અને કર્મચારી સંચાલિત રહેશે.
800થી વધુ મતદાર ધરાવતા મતદાન મથક પર ત્રીજા મતદાન અધિકારીની પણ નિમણૂંક કરાઇ
જામગનર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે કુલ 1287 મતદાન મથક પર 1289 પ્રમુખ અધિકારી, 1289 પ્રથમ મતદાન અધિકારી અને બીજા મતદાન અધિકારીની નિમણૂંક કરાઇ છે. 800થી વધુ મતદારો ધરાવતા દરેક મતદાન મથક પર એક ત્રીજા મતદાન અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. 5 બેઠક માટે 147 ઝોનલ રૂટ નકકી કરાયા છે. આ માટે 164 ઝોનલ અધિકારીની નિમણૂંક કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.