તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.828.03 લાખના 369 કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જામનગર જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી 15% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.728.03 લાખના 321 કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. 81 લાખના 49 કામો તથા 5% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.20 લાખના 8 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.829.03 લાખનાં કુલ 369 કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મંત્રી સૌરભભાઇ પટેલ અને કલેકટર ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટરરાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા.

આ બેઠકમાં જામનગર મંત્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...