સુરક્ષાકર્મી રહેશે:જામનગરમાં આજે 3,645 સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ, પેરામીલીટરી ફોર્સ સહિતના જોડાશે

જામનગર શહેર-જિલ્લાની 5 વિધાનસભાની બેઠક માટે આજે મતદાન થવાનું છે ત્યારે મતદાન શાંતપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રની સાથોસાથ પોલીસ તંત્રએ પણ આયોજન ઘડી કાઢ્યું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય રહે તે માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ કામે લાગી ગયા છે.

જામનગરમાં એસપી ઉપરાંત 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 47 પીએસઆઈ, 1576 પોલીસ જવાનો, 1524 હોમગાર્ડઝ અને જીઆરડીના જવાનો તેમજ 483 હાફ સેકશનના પેરામીલીટરી જવાનો બંદોબસ્તમાં રહેશે. તમામ મતદાન મથક પર હથિયારધારી પોલીસ સહિતના સુરક્ષાકર્મીઓને મુકવામાં આવ્યા છે. સંવેદનશીલ મતદાન મથકો ઉપર અર્ધ લશ્કરી જવાનોને મૂકવામાં આવ્યા છે. તેમજ વીડિયોગ્રાફી કરવામાં આવશે. સુરક્ષાકર્મીઓ દ્વારા મતદાનના એક દિવસ પહેલા જ મતદાન મથકોનો કબજો લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...