ઠગાઈકાંડ:357 રોકાણકારોએ રૂા.41.17 કરોડની રકમ રોકી ,પાછા મળ્યા ફક્ત રૂા.1.30 કરોડ ! રૂા.39,87,00,175 હજુ લસ્સીમાં ડૂબેલા !

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગરના આ સૂત્રધાર લસ્સીવાળા ભાવેશ મહેતાને જેલહવાલે કરાયો છે - Divya Bhaskar
જામનગરના આ સૂત્રધાર લસ્સીવાળા ભાવેશ મહેતાને જેલહવાલે કરાયો છે
  • જામનગરના લસ્સીવાળાએ દુબઈમાં રોકાણની લાલચ આપીને 357 લોકો સાથે છેતરપિંડી કરી
  • આ ચકચારી ચીટીંગ કેસમાં તમામ રોકાણકારોના નામ, મોબાઈલ નંબર સહિત કોણે-કેટલી રકમ રોકી અને કોને-કેટલી પરત મળી તેની યાદી મેળવીને ‘ભાસ્કર’ ં સંપૂર્ણ સત્ય બહાર લાવ્યું છે
  • જામનગર ઉપરાંત જેતપુર, અમદાવાદના લોકો પણ ભોગ બન્યા: અગ્રણી વેપારીઓ, તબીબો, આગેવાનોનો સમાવેશ: દુબઈમાં નાણા રોકી દર મહિને 4 ટકા વળતરની લાલચ આપી હતી

જામનગરમાં દુબઇમાં નાણાં રોકી તગડા વ્યાજની લાલચ આપી કરવામાં આવેલા ઠગાઇકાંડમાં 357 રોકાણકારોએ રૂ.41,17,70000 ની રકમનું રોકાણ કર્યું હોય તેની સામે ફકત રૂ.1,30,69,825 મળ્યા હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. આ ચકચારી પ્રકરણમાં ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા અને નિવૃત શિક્ષક નિઝાર સદરૂદીન આડતીયા અને દોલત દેવાનદાસ આહુજા સામે ફરિયાદ નોંધાઇ છે જેની પોલીસ તપાસ ચાલી રહી છે. શહેરભરમાં ચકચાર જગાવનાર આ ઠગાઇકાંડનો જામનગર સહિત જેતપુર, અમદાવાદના લોકો પણ ઠગાઇકાંડનો ભોગ બન્યા છે.

જેમાં જાણીતા તબીબો, વેપારીઓ, આગેવાનોનો સમાવેશ થાય છે. રોકાણકારોનું નામ, મોબાઇલ નંબર, કેટલી રકમ રોકી, કેટલી પરત મળી તેની ચોંકવાનારી યાદી દિવ્ય ભાસ્કરને મળતા ખળભળાટ મચી ગયો છે. દુબઇમાં નાણાં રોકી દર મહિને 3 થી 4 ટકા વળતરની લાલચ આપતા ફસાયેલા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સૌપ્રથમવાર ‘ભાસ્કર’માં વાંચો... 15 ગ્રુપ, દરેક ગ્રુપમાં મુખ્ય વ્યક્તિ હેઠળ કોણે કેટલી રકમ રોકી ? 70 અને 30 ટકા લેખે ક્યા ગ્રુપને કેટલા પરત મળ્યા

ગ્રુપરોકાણકારકુલ રોકેલી રકમપરત મળેલી રકમ
13723100000807500
23114320000454700
389698500001887500
4163700000127000
514372000001302000
6115900000206500
79324000001035500
824756500002618250
918384750001139750
1022383000001340500
1165050000176750
12154100000139000
132036050000911750
141217900000455000
153215075000468125

દરેક ગ્રુપના મુખ્ય વ્યક્તિના નિવેદન નોંધવાનું શરૂ
રોકાણકારોની મળેલી યાદીમાં કુલ 15 ગ્રુપમાં 357 રોકાણકારોએ નાણાંનું રોકાણ કર્યાનું જાણવા મળ્યું છે. જેમાં દરેક ગ્રુપમાં એક મુખ્ય વ્યકિત હોય તેના નેજા હેઠળ રોકાણકારોએ નાણાં રોકયા છે. ત્યારે દરેક ગ્રુપના મુખ્ય વ્યકિતના નિવેદન નોંધવાનું પોલીસે શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. જેમાંથી અમુક ગ્રુપના મુખ્ય વ્યકિત શહેર પણ છોડી ગયા છે.

એક આરોપી તો દુબઈથી આફ્રિકા નાસી છૂટ્યો હોવાની આશંકા, પોલીસના ધમપછાડા
જામનગરમાં કરોડોના ઠગાઇકાંડમાં ભાવેશ મહેતા અને નિવૃત શિક્ષક નિઝાર સદરૂદીન આડતીયા અને દોલત દેવાનદાસ આહુજા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ પ્રકરણમાં ભાવેશની ધરપકડ કરવામાં આવી છે. જયારે બાકી બે શખસો દુબઇ હોવાનું અને તેમાંથી એક શખસ દુબઇથી નાસી આફ્રિકામાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ ચીટરોને ઝડપી લેવા માટે ચક્રો પૂરજોશમાં ગતિમાન કરી દેવામાં આવ્યા છે. જો કે, જે આરોપી દુબઈથી આફ્રિકા નાસી છૂટ્યો હોવાની આશંકા છે તેના કોઈ સગડ મળતા નથી.

કોમન ખાતા ખોલ્યા હતાં, ત્રણ વર્ષ માટે, ફીક્સમાં નાણાં મૂક્યા હતાં ! જૂજ રિટર્ન મળ્યું
કરોડોના ઠગાઇકાંડમાં 357 થી વધુ રોકાણકારો ભોગ બન્યા છે. ત્યારે એક પરિવારના સભ્યો કે જેઓએ રોકાણ કર્યું હોય તેના કોમન ખાતા ખૂલ્યા હતાં. જયારે અમુક રોકાણકારોએ ત્રણ વર્ષ કે ફીકસમાં નાણાંનું રોકાણ કર્યાનું પણ જાણવા મળ્યું છે. જેની સામે જૂજ રીટર્ન મળ્યા બાદ નાણાં મળવાના બંધ થયા હતાં. નાણા મળવાના બંધ થયા પછી કેટલાક સમય બાદ ધીમે ધીમે ઉહાપોહ થવા માંડ્યો હતો અને પ્રકરણ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...