તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • 351 Candidates Have Filed Their Forms For 64 Seats In Jammu And Kashmir. Congress Will Be Able To Contest Only 63 Out Of 64 Seats If Women Candidates Are Not Accepted.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ:જામ્યુકોની 64 બેઠક માટે 351 ઉમેદવારે ફોર્મ ભર્યા, મહિલા ઉમેદવારનું ફોર્મ ન સ્વીકારાતા કોંગ્રેસ 64 માંથી 63 બેઠક પર જ લડી શકશે, 9મીએ ચિત્ર સ્પષ્ટ થશે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.1 માં સૌથી વધુ 35 અને વોર્ડ નં.9, 15 માં સૌથી ઓછા 15-15 મુરતિયા: ફોર્મ પરત ખેંચાવવા બે દિવસ ચાલશે તોડજોડનું રાજકારણ

જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શનિવારે પૂર્ણ થઇ છે. સવારથી જ ફોર્મ ભરવાની ચારેય સરકારી કચેરીએ ઉમેદવારો સાથે નિયમ મુજબ 10 ના બદલે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં 64 બેઠક માટે 351 ઉમેદવારે 427 ફોર્મ ભર્યાનું નોંધાયું છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ ન સ્વીકારાતા કોંગ્રેસ ફકત 64 માંથી 63 બેઠક પર ચૂંટણી લડી શકશે. 9 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

વોર્ડ નં.1 માં સૌથી વધુ 35 અને વોર્ડ નં.9, 15 માં સૌથી ઓછા 15-15 મુરતિયાએ નામાંકન પત્ર ભર્યા છે. ત્યારે દરેક વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ મતોમાં વિભાજન કરનાર અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તે માટે ભરપૂર પ્રયાસો કરશે તેમાં બેમત ન હોય બે દિવસ તોડજોડનું રાજકારણ ચાલશે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં અસંતોષની આગના કારણે સીનીયર નેતાઓ નિષ્ક્રીય રહે અને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ફાયદો થશે કે કેમ તેની ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે.

ભાજપના વધુ એક પૂર્વ કોર્પોરેટરનો બળવો, માજી ડેપ્યુટી મેયરે પેનલ બનાવી
મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત બાદ અસંતોષની આગ ભડકી છે. ત્યારે શહેરના વોર્ડ નં. 2 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પુરોહીતને ટીકીટ ન મળતા તેણી પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જયારે ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂરે પેનલ બનાવી વોર્ડ નં.5 માંથી ચૂંટણીમાં ઝંપાલવ્યું છે.

વોર્ડ નં.9 ના કોંગીના મહિલા ઉમેદવાર સમયસર ન પહોંચતા ફોર્મ સ્વીકારાયું નહીં
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસે બાકી રહેલા 9 વોર્ડના ઉમેદવારની યાદી જાહેર કર્યા વગર જે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપ્યા તેઓમાં ફોર્મ ભરવા દોડધામ મચી ગઇ હતી. જેમાં વોર્ડ નં.9 ના મહિલા ઉમેદવાર જયોત્સનાબેન સોલંકી ફોર્મ ભરવા નિયત સમયે ન પહોંચી શકતા તેણીનું ફોર્મ સ્વીકારવાનો આરઓએ ઇન્કાર કરતા વિવાદ સર્જાયો હતો. જો કે મહિલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં ન આવતા આ વોર્ડમાં કોંગીના ત્રણ ઉમેદવાર ચૂંટણી લડી શકશે.

ઉંમરના કારણે વોર્ડ નં.2 માં ભાજપે ઉમેદવાર બદલાવાની ફરજ પડી
જામ્યુકોની ચૂંટણીમાં ભાજપની જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં વોર્ડ નં.2 માં દિશાબેન અમીરભાઇ ભારાઇને ટીકીટ આપવામાં આવી હતી. પરંતુ તેણીની વય 21 વર્ષ પૂર્ણ થતી ન હોવાથી ભાજપે ઉમેદવાર બદલી તેણીના સ્થાને પૂર્વ કોર્પોરેટર આલાભાઇ રબારીના પત્ની અને દિશાબેનના માતા કૃપાબેનને ઉમેદવાર જાહેર કર્યા હતાં.

વોર્ડ નં.9 માં રજૂઆતોનો મારો છતાં ભાજપના ઉમેદવાર બદલાયા નહીં
વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારોના નામ સામે આ વિસ્તારના લોકોએ આયાતી ઉમેદવારો હોવાના આક્ષેપ સાથે શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરી હતી. આટલું જ નહીં ટીકીટ મુદે પૂર્વ મેયર રાજુભાઇ શેઠે પણ સ્થાનિક આગેવાનો ,ધારાસભ્યોને રજૂઆતો કરતા મામલો ગાંધીનગર મોવડી મંડળ સુધી પહોંચ્યો હતો. વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારો બદલાયા ન હતાં.

વોર્ડ નં.1 માં કોંગીના મહિલા ઉમેદવારનું નામ આખરી ક્ષણોમાં કપાયું, મેન્ડેટ માટે બે દાવેદાર સામ સામે આવી ગયા
જામ્યુકોની ચૂંટણીમાં બાકી રહેલા 9 વોર્ડ માટે કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર સીધા મેન્ડેટ આપ્યા હતાં. જેમાં વોર્ડ નં.1 માં કોંગીના માજી મંત્રી પુત્રવધુનું નામ છેલ્લી કલાકમાં કપાઇ ગયું હતું અને તેણીના સ્થાને કોંગ્રેસે અન્ય મહિલાને ટીકીટ આપી હતી. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપતી બે દાવેદાર સામસામે આવી જતાં વાતાવરણ તંગ બન્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

કોંગ્રેસના બાકી 9 વોર્ડના ઉમેદવારો, પાર્ટીએ નામ જાહેર કર્યા વગર સીધા મેન્ડેટ આપતા ફોર્મ ભરવામાં દોડધામ મચી

​​​​​​​વોર્ડ નં. 1
નુરમામદ પલેજા
કાસમ જીવાભાઇ જોખિયા
સમજુબેન તેજસીભાઇ પારિયા
જુબેદાબેન ઇલ્યાસભાઇ નોતિયાર

​​​​​​​વોર્ડ નં.2
વિરેન્દ્રસિંહ(દિગુભા) ટેમુભા જાડેજા
ઋષિરાજસિંહ જાડેજા
નશીમાં હુશેન મુરીમાં
સોનલબા જાડેજા

​​​​​​​વોર્ડ નં.5
રામદેવ પી.ઓડેદરા
વકીલ કેતન દોઢિયા
શીતલબેન સમીરભાઇ પંડયા
ખેતાની ભાવનાબેન હસમુખભાઇ

વોર્ડ નં.9
અશોકભાઇ ઝવેરિલાલ ત્રિવેદી
દેવેન બિપિનભાઇ શાહ
બંટીબેન ધીરેનભાઇ માંડલિયા
જયોત્સનાબેન પ્રફુલભાઇ સોલંકી

​​​​​​​વોર્ડ નં.10
જાગૃતિબેન વિશાલભાઇ લાખાણી
શહેનાઝ ફિરોજભાઇ ગજિયા
પિયુષભાઇ પરમાર
કરણ અરવિંદભાઇ ચૌહાણ

વોર્ડ નં.11
વિજયાબેન કિરીટભાઇ ખાણધર
પુનિત મનસુખભાઇ ખાણધર
સાયદુબેન અબ્દુલભાઇ ખેરાણી
મહિપાલસિંહ જયવિરસિંહ ઝાલા

​​​​​​​વોર્ડ નં.13
ધવલ સુરેશભાઇ નંદા
રાજેશ છોટાલાલ વશિયર
નિર્મળાબેન હરીશભાઇ કામોઠી
ફરઝાનાબેન યુનુસભાઇ દરજાદા

​​​​​​​વોર્ડ નં.14
ગોરી ભાવનાબેન ચંદુભાઇ
જાડેજા હેંમતસિંહ ખેંગારજી
કનખરા જયોતિકા રમેશભાઇ
પિંડારિયા લક્ષ્મી દેવાભાઇ

​​​​​​​વોર્ડ નં.16
કિંજલબેન સુરેશભાઇ વેકરિયા
રાજેશ વલ્લભભાઇ પટેલ
રેહાનાબેન નુરમામદ ખુરેશી
અરશીભાઇ મુળુભાઇ વાઘ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો