વિરોધ:હાલારમાં 350 તલાટી-મંત્રીઓ હડતાલ પર ઉતર્યા

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હડતાલ પર જતાં પહેલા સરકારને જાણ કરાઇ
  • વિવિધ માંગણીઓને અનુલક્ષીને વિરોધ

રાજ્યભરના પંચાયત વિભાગ હેઠળના તલાટી-મંત્રીઓ સાથે હાલારના પણ તલાટીઓ પોતાના પડતર પ્રશ્નોને વાચા આપવાની માંગ સાથે આજથી અચોક્કસ મુદ્તની હડતાલમાં જોડાયા છે. જો કે, હડતાલ પર જતા પહેલા તલાટી મંડળ દ્વારા સરકારને જાણ કરવામાં આવી હતી.ફિક્સ પગારવાળા તલાટી-કમ-મંત્રીની નોકરીને સળંગ કરવી, પંચાયત સિવાયની કામગીરી સોંપવી નહીં, રેવન્યુ તલાટીને મળતા લાભો પંચાયતના તલાટીઓને આપવા સહિતના મુદ્દે રાજ્યભરના તલાટીઓ આજથી અચોક્કસ મુદ્તની હડતાલમાં જોડાયા છે.

અગાઉ પણ આ તમામ મુદ્દાઓને વાચા આપવા હડતાલ પાડવામાં આવી હતી. સરકારે પ્રશ્નો ઉકેલની ખાતરી આપતા હડતાલ સમેટી લેવાઈ હતી. આમ છતાં પોણા વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી આજથી પૂનઃ અચોક્કસ મુદ્તની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરના 11 હજારથી વધુ હાલારના તલાટીઓ હડતાલમાં જોડાયા છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તલાટી-મંત્રીઓ આજથી શરૃ થયેલ હડતાલમાં જોડાયા છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી ઉપર અસર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...